News of Saturday, 5th April 2025
નાનીદેવરૂપણ ગામમાં લટાર મારતા દીપડા ને પકડવા વન વિભાગે પાંજરું ગોઠવી દીપડો ને કેદ કરતા રાહત

( ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા વન વિભાગ નાં સાગબારા રેન્જના પાટલામહુ રાઉન્ડમાં આવેલા નાનીદેવરૂપણ ગામમાં સાંજે અવાર નવાર દીપડો જોવા મળતો હોવાની વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસરને જાણ થઈ હતી. જેને પગલે વન વિભાગે સ્થળ નિરીક્ષણ કરી પાંજરૂ ગોઠવતા શુક્રવારે સાંજના દીપડો પાંજરે પુરાતા આ વિસ્તારના લોકોને રાહત થઈ હતી.
મળેલી માહિતી મુજબ સાગબારા તાલુકાના રેંજ-સાગબારા પાટલામહુ રાઉન્ડ વિસ્તારમાં આવેલા નાનીદેવરૂપણ ગામની આજુબાજુના વિસ્તારમાં અવાર નવાર દીપડો સાંજના સમય નજરે પડતો હતો.જેની જાણ સાગબારા રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિ.જી.બારીયાને થતા તેમણે તાત્કાલિક જે વિસ્તારમાં દીપડો નજરે પડતો હતો એ વિસ્તારમાં વન કર્મીઓને મોકલી ૧લી એપ્રિલના રોજ પાંજરૂ ગોઠવડાવ્યું હતું. ત્યારબાદ આ પાંજરામાં 4 એપ્રિલના રોજ સાંજના ૭.૦૦ કલાકે દીપડો પાંજરે પુરાયો હતો આ દિપડો સાગબારા રાઉન્ડમાં આવેલ સીમનીપાદર નર્સરી કંપાઉન્ડમાં રાખેલ છે. દિપડાના સ્વાસ્થ્યની ચકાસણી વેટરનરી ઓફિસર પાસે કરાવી છે. હવે આ દીપડાને છોડવામાં આવશે.
(10:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
