<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th April 2025

ખુલ્લામાં શૌચ નહી, ઘેર ઘેર શૌચાલયની સરકારની વાતો પોકળ..?!

સેજપુર આંગણવાડી કેન્દ્ર-૧માં વર્ષ 2011માં બનેલ શૌચાલય હજુ પણ બાળકો માટે ખુલ્લું મુકાયું નથી:શૌચાલયમાં શોષ કૂવો જ નથી: આ શોષ કૂવો કોણ ઓગળી ગયું..?:આંતરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નર્મદાના ચેરમેનએ મુખ્યમંત્રીને કરી લેખિત રજૂઆત

( ભરત શાહ દ્વારા )રાજપીપળા : નર્મદા જિલ્લામાં અનેક વિકાસના કામો માટે કરોડો રૂપિયાની સરકારી ગ્રાન્ટ આવે છે જેમાં કામો પણ થાય છે પરંતુ આ કામો ક્યાંતો હલકી ગુણવત્તા વાળા અથવા અધૂરા કામો કરી કાગળ પર કામ પૂર્ણ બતાવી કોન્ટ્રાકટરો બીલો પણ પાસ કરાવી લેતા હોય છે જેમાં જે તે ખાતા ના અધિકારી ની મિલીભગત સ્પષ્ટ જોવા મળે છે અને આવીજ એક કામગીરી દેડિયાપાડા તાલુકાના સેજપુર ગામની આંગણવાડીમાં નજરે પડી છે

   સેજપુર ગામમાં લગભગ ૧૩ વર્ષ પહેલા બનેલી આંગણવાડી.૧ માં વર્ષ 2011 માં બનેલ શૌચાલય હજુ પણ બાળકો માટે ખુલ્લું મુકાયું નથી અને ત્યાંના બાળકો શૌચાલયના અભાવે ખુલ્લા માં શૌચ ક્રિયા કરવા મજબૂર બન્યા છે, જોકે જાણવા મળ્યા મુજબ તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી બનેલા આ શૌચાલયમાં શોષ કૂવો જ બન્યો નથી તો આ શોષ કૂવો કોણ ખાઈ ગયું..? તેવા સવાલો હાલ સંભળાઈ રહ્યા છે શોષ કૂવા વિના શોભાના ગાઠિયા સમાન આ શૌચાલયમાં કોન્ટ્રાકટર સાથે કોની કોની મિલીભગત છે એ દિશામાં તપાસ કરાઈ તો કૌભાંડ બહાર આવે તેમ છે.
વધુમાં જાણવા મળ્યા મુજબ લગભગ ૧૩ વર્ષ પહેલા બનેલા આ શૌચાલય માં કોન્ટ્રાકટર ની અધૂરી કામગીરી કાગળ પર પૂર્ણ બતાવવા ની પોલ હવે ખુલ્લી પડી હોવાથી તંત્ર ના મળતિયા અધિકારીઓ પર તપાસ બાદ રેલો આવી શકે તેમ છે. જોકે આ સમગ્ર મુદ્દા ની તટસ્થ તપાસ થાય અને ગેરરીતિ કરનાર સામે કડક પગલા લેવાઈ એ માટે આંતરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નર્મદાના ચેરમેન સર્જનભાઈ વસાવાએ મુખ્યમંત્રીને કરી લેખિત રજૂઆત કરી છે ત્યારે આ સમગ્ર મામલે કોઈ ઈમાનદાર અધિકારી તપાસ કરે તો સત્ય હકીકત ચોક્કસ બહાર આવશે. હાલ માં તો આ વિસ્તાર માં ખુલ્લામાં શૌચ નહી, ઘેર ઘેર શૌચાલય ની સરકારની વાતો પોકળ દેખાઈ રહી છે.

(10:55 PM IST)