News of Sunday, 6th April 2025
સાગબારાના એક ગામમાં પાડોશી સાથે દિયરે ભાભીના ફોટા પાડતા, ડર ના માર્યા ભાભીએ ઝેરી દવા પીધી

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલા એક ગામના પાડોશી સાથે મહિલાના ફોટા પાડ્યા બાદ મહિલાને લાગ્યું કે તેના પતિ ઠપકો આપશે તેવા ડરે મહિલાએ ઝેરી દવા પી લીધી હતી
પ્રાપ્ત વિગતો અનુસાર સાગબારા તાલુકાના એક ગામમાં બનેલી ઘટનામાં મહિલા ગઈ તા.૨૭/૦૩/૨૦૨૫ ના રોજ રાત્રીના દસેક વાગ્યાના સમયે પોતાના ઘરે હતા તે વખતે તેમના પાડોશમાં રહેતા વ્યક્તિ આ પરણિત મહિલના ઘરે આવેલ તે સમયે મહિલા ના દિયર પણ અચાનક ત્યાં આવી ગયેલ અને તેમને ભાભી અને પાડોશી વ્યક્તિના ફોટા પાડી લીધેલ જે બાબતે ભાભી ને લાગ્યું કે પતિ ને આ જાણ થતા પતિ ઠપકો આપશે તેવી બીકથી પોતાના પિયરમાં આવી કપાસમાં છાંટવાની જંતુનાશક ઝેરી દવા બે ઘુંટ જેટલી પી લીધી હતી.
(10:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
