<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th April 2025

૨૦૨૪માં દર બીજા દિવસે ગુજરાતમાં એક સિંહનું મૃત્‍યુ

પાંચ વર્ષમાં ૬૬૯ સિંહનાં મૃત્‍યુ, ૨૦૨૪માં ગીરનાં જંગલોમાં કુલ ૧૬૫ એશિયાટિક સિંહનાં મૃત્‍યુ

નવી દિલ્‍હી,તા.૭: ભારત સરકારની મિનિસ્‍ટ્રી ઓફ એન્‍વાયર્નમેન્‍ટ, ફોરેસ્‍ટ એન્‍ડ ક્‍લાઇમેટ ચેન્‍જ દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ ૨૦૨૪માં ગુજરાતમાં ગીરનાં જંગલોમાં કુલ ૧૬૫ એશિયાટિક સિંહનાં મળત્‍યુ નોંધાયાં હતાં. ૨૦૨૦ બાદ આ સૌથી મોટો આંકડો છે. છેલ્લાં પાંચ વર્ષમાં ગીરમાં ૬૬૯ સિંહનાં મળત્‍યુ થયાં છે.

૨૦૨૦થી ૨૦૨૨ વચ્‍ચે સિંહનાં મળત્‍યુમાં ઘટાડો નોંધાયો હતો, પણ એ પછીનાં ત્રણ વર્ષમાં ૨૦૨૨થી ૨૦૨૪ વચ્‍ચે સિંહોનાં મળત્‍યુમાં ૪૧ ટકાનો વધારો નોંધાયો છે. જોકે શિકારને કારણે એક પણ સિંહનું મળત્‍યુ નોંધાયું નથી.

વળદ્ધાવસ્‍થા, બીમારી, લડાઈમાં થતી ઈજા, ખુલ્લા કૂવામાં પડી જવાને લીધે, અકસ્‍માત અને વીજળીનો કરન્‍ટ લાગવાને લીધે સિંહોનાં મળત્‍યુ થતાં હોય છે. ઘણાં બાળસિંહનાં પણ મળત્‍યુ થતાં હોય છે.

ભારતમાં એકમાત્ર ગીરનાં જંગલોમાં એશિયાટિક સિંહોનું ઘર છે અને અહીં સિંહની વસ્‍તી સતત વધી રહી છે. રાજ્‍ય સરકારના ફોરેસ્‍ટ વિભાગના પ્રયાસોના કારણે ૨૦૧૫માં સિંહોની વસ્‍તી ૫૨૩ હતી એ વધીને ૨૦૨૦માં ૬૭૪ થઈ છે. ૨૦૧૦થી ૨૦૨૦ વચ્‍ચે સિંહની વસ્‍તીમાં ૬૪ ટકાનો વધારો થયો છે.(૪૦.૨)

(10:23 AM IST)