<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th April 2025

આખુ અઠવાડીયું તાપ,ગરમીનો કહેર જારી રહેશે

હવામાન વિભાગ દ્વારા બુધવાર સુધી હીટવેવની આગાહીઃ કચ્‍છમાં રેડ એલર્ટ,રાજકોટમાં ઓરેન્‍જ એલર્ટ, મોરબીમાં ઓરેન્‍જ એલર્ટ, ઉતર ગુજરાત, બનાંસકાંઠા, પાટણ, મહેસાણા, સાંબરકાંઠા, ગાંધીનગર, સુરેન્‍દ્રનગર અને જુનાગઢમાં યેલો એલર્ટ જાહેર

રાજકોટઃ સુર્યદેવ રાજયભરમાં અગનગોળો વરસાવી રહયાં છે. રાજ્‍યમાં વધતી ગરમી લોકોને ગરમાવી રહી છે. ત્‍યારે વધુ ગરમી વધવાની આગાહી કરવામાં આવી છે સાથો સાથ રાજ્‍યના વિવિધ વિસ્‍તારોમાં હિટવેવનું એલર્ટ પણ આપવામાં આવ્‍યું છે.આ અઠવાડીયામાં તાપ ગરમીમાં બિલકુલ રાહત મળવાની નથી. હવામાન વિભાગ જણાવે છે કે અમુક સેન્‍ટરોમાં તાપમાન ૪પ ડીગ્રીને પણ વટાવી જશે.

અપ્રિલના પ્રારંભમાં જ ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્‍યારે હવામાન વિભાગે સૌરાષ્‍ટ્ર કચ્‍છના જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરી છે. આગામી ૯ તારીખ સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે. કચ્‍છમાં રેડ એલર્ટ, રાજકોટમાં ઓરેન્‍જ એલર્ટ અને મોરબીમાં ઓરેન્‍જ એલર્ટ આપવામાં આવ્‍યું છે. તો ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્‍યું છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર તેમજ સુરેન્‍દ્રનગર, જૂનાગઢમાં યલો એલર્ટ અપાયુ છે.

દરમિયાન રાજયમાં ગઇકાલના મહતમ તાપમાનના આંકડા જોઇએ તો સુરેન્‍દ્રનગર ૪૪.૨ ડિગ્રી, અમદાવાદ ૪૩.૦ ડિગ્રી, અમરેલી ૪૨.૯, વડોદરા ૪૧.૮ ડિગ્રી, ભાવનગર ૪૦.૪ ડિગ્રી, ભુજ ૪૩.૦ ડિગ્રી, ડીસા ૪૩.૩ ડિગ્રી, દીવ ૩૯.૧ ડિગ્રી, દ્વારકા ૩૨.૪ ડિગ્રી, ગાંધીનગર ૪૨.૫ ડિગ્રી, જામનગર ૩૬.૬ ડિગ્રી, કંડલા ૪૦.૮ ડિગ્રી, નલિયા ૩૮.૬ ડિગ્રી, ,ઓખા ૩૩.૪ ડિગ્રી, પોરબંદર ૩૭.૭ ડિગ્રી, રાજકોટ ૪૩.૯ ડિગ્રી, સુરત ૪૦.૮ ડિગ્રી, વેરાવળ ૩૧.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આમ, રાજકોટ શહેરનું તાપમાન ગુજરાતભરમાં સૌથ ઉંચુ નોંધાયેલ.

(12:26 PM IST)