<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th April 2025

અમદાવાદથી ગાંધીનગર સચિવાલય મેટ્રો ક્યારે શરૂ કરાશે ?: જાણો લેટેસ્ટ અપડેટ

મહાત્મા ગાંધી મંદિર, અક્ષર ધાામ, સચિવાલય, ગિફટ સિટી અને જીએનએલયુ જેવા મુખ્ય સ્ટેશનોને આવરી લેવાશે

અમદાવાદથી ગાંધીનગર મેટ્રો શરૂ થઈ ગઈ છે. તેની સાથે જ હજારો મુસાફરોની યાત્રા પણ સરળ બની છે. જો કે તેની સાથે જ હવે મુસાફરો સચિવાલય સુધીના માર્ગ પર ક્યારે મેટ્રો દોડશે તેની રાહ જોઈ રહ્યા છે.

 

અમદાવાદમાં દરરોજ 1.18 લાખ મુસાફરો મેટ્રોનો ઉપયોગ કરે છે. તેમાંથી 2500 મુસાફરો દરરોજ ગાંધીનગરની યાત્રા કરે છે. જેને ધ્યાનમાં રાખીને મેટ્રોનો વિસ્તાર સચિવાલય સુધી લંબાવવામાં આવ્યો છે. જેમાં મહાત્મા ગાંધી મંદિર, અક્ષર ધાામ, સચિવાલય, ગિફટ સિટી અને જીએનએલયુ જેવા મુખ્ય સ્ટેશનોને આવરી લેવાશે. હાલ આ રુટ પર કામ ચાલી રહ્યું છે.

 

GMRC ના અધિકારીઓએ જણાવ્યું કે આ વર્ષના અંત સુધીમાં જ અમદાવાદ ગાંધીનગર મેટ્રો નેટવર્કનું તમામ કામ પૂર્ણ થઈ જશે જ્યારે ગાંધીનગર સચિવાયલ સુધીનો રુટ આ વર્ષે જૂનથી જ ખોલવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેની સાથે જ મુસાફરોની સંખ્યામાં વૃદ્ધિ થશે.

GMRC ના અધિકારીઓએ કહ્યું કે જાન્યુઆરીમાં અત્યાર સુધીમાં સૌથી વધારે લોકોએ મુસાફરી કરી. જેમાં 39.5 લાખ મુસાફરોએ મેટ્રોમાં સવારી કરી, જેના થકી મેટ્રોને 4.71 કરોડની આવક થઈ.

(1:59 PM IST)