<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th April 2025

ગાંધીનગરની સરકારી કચેરીઓમાં ફાયર સેફટી, પીવાના પાણી, સ્‍વચ્‍છતા ચકાસવા સૂચનાઓ

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગરઃ રાજયના પાટનગર ગાંધીનગર જિલ્લામાં આવેલ સરકારી કચેરીઓમાં સેનિટેશનથી લઇ પીવાના પાણી, ફાયર સેફટી, સ્‍વચ્‍છતા, ફાયર એનઓસીની ચકાસણી   કરવા સરકાર દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે.

આ ઉપરાંત સરકારી કચેરીઓના  ધાબા પર આવેલ પાણીની ટાંકી છેલ્લે કયારે સાફ કરવામાં આવી તે પણ ચકાસવા માટે તાકીદ કરવામાં આવી છે. ગુજરાતના તમામ જિલ્લાઓની વડી કચેરી ગાંધીનગર ખાતે આવેલ છે. બહારથી આવતા અધિકારીઓ/કર્મચારીઓ/ મુલાકાતીઓ વગેરેને પીવાનું પાણી ચોખ્‍ખુ મળી રહે તે માટે જરૂરી સુચનાઓ આપવામાં આવેલ છે.

રાજય સરકારની સરકારી કચેરીઓમાં પીવાના પાણી માટે વોટરકુલર મુકવામાં આવ્‍યા છે જેના લીધે પાણી ઠંડુ મળી રહે પરંતુ ટાંકીમાંથી આવતું આ પાણી વોટર કુલર સુધી પહોંચે છે પરંતુ આ પાણી શુધ્‍ધ છે કે નહી તેની ચકાસણી માટે પણ જરૂરી સુચનાઓ ખાતાના વડાને આપવામાં આવી છે. 

આમ સરકાર દ્વારા પીવાના પાણીથી લઇ સ્‍વચ્‍છતા માટે જરૂરી તમામ બાબતો ચકાસવા જણાવેલ છે. (૩૬-પ)

(2:30 PM IST)