તા. ૧૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૫ શુક્રવાર
News of Monday, 7th April 2025
અમદાવાદમા યોજાનાર કોંગ્રેસના મહાઅધિવેશનમાં ગાયત્રીબા વાઘેલા, ઇન્દ્રનીલ રાજયગુરૂ અને વશરામ સાગઠીયાને મહત્વની જવાબદારી

રાજકોટઃ તા ૮-૯ એપ્રિલ અમદાવાદ યોજાનાર કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન ની તૈયારી ઓ કોંગ્રેસ ના રાષ્ટ્રીય નેતાઓનું અમદાવાદમા આગમન શરુ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના આગેવાનોને કોંગ્રેસ વર્કીગ કમીટીની મિટિંગ અને રાષ્ટ્રીય અધિવેશને લઈ મહત્વ ની જવાબદારીઓ સુપ્રત કરવામાં આવ છે. સ્વાગત સમિતી વ્યવસ્થાપક સમીતિઓ સહીત અનેક સમિતીઓની જવાબદારીઓ સોપાંઈ રાજકોટ શહે માથી પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનિલ રાજયગુરુ વશરામભાઈ સાગઠીયા સહીતના આગેવાનો ને રાષ્ટ્રીય નેતાઓ ની સાથે રહેવાની જવાબદારીઓ સોપવામાં આવી છે. ગાયત્રીબા વાઘેલાને કોંગ્રેસ ના દિગ્ગજ મહીલા નેતા લોકસભાના પૂર્વ અધ્યક્ષ (સ્પીકર) મિરાકુમારી સાથેની અતિ મહત્વની જવાબદારીઓ સોપવામાં આવી છે. આ ઉપરાંત સાંસ્કળતિક કાર્યક્રમો અને પ્રોટોકોલ કમિટી જેવી રાષ્ટ્રીય અધિવેશનની મહત્ત્વપૂર્ણ કમિટીઓમૉ પણ જવાબદારીઓ સોપવામા આવી છે.
(4:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
