<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th April 2025

ગુજરાત પધારેલા ત્રિપુરા રાજ્યપાલનું રાજભવનમાં ભવ્ય સ્વાગત : એન. ઈન્દ્રસેના રેડ્ડીનું કચ્છી શૉલથી સન્માન કરાયું

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કર્યું અભિવાદન : માધવપુર ઘેડ મેળામાં ભાગ લેવા જશે મહેમાન રાજ્યપાલ

ગાંધીનગર, 7 એપ્રિલ 2025: ત્રિપુરાના રાજ્યપાલ એન. ઈન્દ્રસેના રેડ્ડી ગુજરાતના પ્રવાસે પધાર્યા છે. આજે રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ શ્રી એન. ઈન્દ્રસેના રેડ્ડીજીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. કચ્છી શૉલ ઓઢાડીને તેમનું અભિવાદન કર્યું હતું.

ત્રિપુરાના લેડી ગવર્નર શ્રીમતી રેણુકા નલ્લુ પણ તેમની સાથે ગુજરાત પધાર્યા છે. ગુજરાતના લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવીજીએ શ્રીમતી રેણુકાજીનું સ્વાગત કર્યું હતું.

ત્રિપુરાના રાજ્યપાલ શ્રી એન. ઈન્દ્રસેના રેડ્ડી માધવપુર ઘેડ મેળામાં ભાગ લેવા આવતીકાલે માધવપુર જશે તેમ માહિતી ખાતાની એક યાદીમાં જણાવાયું છે.

 

(5:27 PM IST)