News of Monday, 7th April 2025
પલસાણા પોલીસે ટેમ્પોમાં લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો : 7.66 લાખનો મુદામાલ જપ્ત
ટેમ્પો ચાલક વિવેક સંજયભાઈ ભૂરભૂરાને ઝડપી લેવાયો : દારૂનો જથ્થો ભરી આપનાર રીતેજ પંકજ પાંડે અને દારૂનો જથ્થો મંગાવનાર ધર્મેન્દ્ર નામના શખ્શો વોન્ટેડ જાહેર

સુરત જિલ્લામાં પલસાણા પોલીસની ટીમે ટેમ્પોમાં લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ટેમ્પો, દારૂ સહીત કુલ 7.66 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.
મળતી માહિતી મુજબ સુરત જિલ્લામાં પલસાણા પોલીસની ટીમે માંખીગા ગમે આવેલા મીંઢોળા પોલીસ ચેક પોસ્ટ પાસેથી ટેમ્પોમાં લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે ટેમ્પામાં તપાસ કરતા તેમાંથી 2,56,320 રૂપિયાની કિમંતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે તે દારૂનો જથ્થો, 5 લાખની કિમંતનો બોલોરો પીકઅપ ટેમ્પો, 1 મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા 550 મળી કુલ 7,66,870 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો છે.
વધુમાં આ ઘટનામાં પોલીસે ટેમ્પો ચાલક વિવેક સંજયભાઈ ભૂરભૂરાને ઝડપી પાડ્યો છે જયારે દારૂનો જથ્થો ભરી આપનાર રીતેજ પંકજ પાંડે અને દારૂનો જથ્થો મંગાવનાર ધર્મેન્દ્ર નામના શખ્સને વોન્ટેડ જાહેર કરી આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(7:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
