<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th April 2025

મીની કુંભ સમી નર્મદા પંચકોશી પરિક્રમામાં મુખ્ય મંત્રી નર્મદા મૈયાની પૂજા કરવા રામપુરા આવશે

– મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ રાજ્યના પ્રથમ મુખ્ય મંત્રી હશે કે જે આ પરિક્રમા માટે આવશે

( ભરત શાહ દ્વારા )નર્મદા :ચૈત્ર માસ માં થતી ઉત્તરવાહિની નર્મદા મૈયાની પંચકોશી પરિક્રમા ઘણી પુણ્યશાળી હોય ભક્તો નર્મદા પરિક્રમા કરવા આવી રહ્યા છે. છેલ્લા ત્રણ ચાર વર્ષ થી લાખોની સંખ્યામાં આવતા પ્રવાસીઓ ને મુશ્કેલી પડતી હોય આ વર્ષે ગુજરાત સરકાર જાતે હસ્તક્ષેપ કરી ગુજરાત પ્રવાસન યાત્રાધામ બોર્ડ ને મેદાનમાં ઉતાર્યું અને જિલ્લા કલેક્ટર એસ.કે. મોદી એ પણ પોતાની વહીવટી ટિમો ઉતારી સુંદર આયોજન કર્યું. સમયાંતરે વિસામા અને ખાણી પીણી સહીત સ્થાનિક ગ્રામજનો એ પણ મન ભરી ને ભક્તોની સૅવા કરી રહ્યા છે. સુ વ્યવસ્થિત ચાલતી નર્મદા પરિક્રમા ની વ્યવસ્થા જોવા અને નર્મદા મૈયાની પૂજાનો લાભ લેવા રાજ્યાના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ  પટેલ આજે 8 કલાકે રામપુરા ખાતે આવશે. રાજપીપલા કરજણ કિનારે બનાવેલ હેલીપેડ ખાતે તેમનું આગમન થશે અને ત્યાંથી સીધા રામપુરા ખાતે રણછોડજી ના મંદિરે દર્શન કરશે. બાદમાં નર્મદા ઘાટ પર  નર્મદા મૈયાની પૂજા કરશે. મુખ્ય મંત્રીની વિઝીટ ને લઈને તંત્ર તાત્કાલિક કામે લાગી ગયું હતું અને સાફ સફાઈ અને ટ્રાફિક રોડ રસ્તા સહીત ની કામગીરી યુદ્ધના ધોરણે કરી હતી.
હજારો વર્ષોથી ચાલતી નર્મદા પરિક્રમા છેલ્લા 10 વર્ષથી ખુબ પ્રખ્યાત બની, લોકો જેમ તેનું મહત્વ જાણે છે તેમ ભક્તો આ પરિક્રમા કરવા આવે છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ  પટેલ રાજ્યના પ્રથમ મુખ્ય મંત્રી હશે કે જે આ પરિક્રમા માટે આવશે જોકે પરિક્રમા કરવી અને વ્યવસ્થા જાળવી અઘરી છે છતાં પૂજા કરીને મુખ્યમંત્રી ગાંધીનગર જવા રવાના થશે.

 

(12:08 AM IST)