<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th April 2025

ત્રણ દિવસથી ગુમ સદાનંદ મહારાજની કોઈ ભાળ નહી મળતા સંત સમાજમાં રોષ : જિલ્લા પોલીસ વડાને રજૂઆત

વાંદરિયા ગામના ધર્માનંદ મહારજએ જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરી:નર્મદા જીલ્લાની હદમાં ધર્મના નામ ઉપર પાંખડ કરીને ઢોંગી બાવાઓ જે રહેતા હશે તેમનાં વિરૂદ્ધ કાર્યવાહી કરવા રજૂઆત

( ભરત શાહ દ્વારા ) નર્મદા :ત્રણ દિવસથી ગુમ સદાનંદ મહારાજ ની કોઈ ભાળ નહી મળતા સંત સમાજમાં રોષ હોય નર્મદા જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરવામાં આવી છે

   સંત સમાજ તરફથી રજૂઆત કરનાર વાંદરિયા ગામના ધર્માનંદ મહારાજ એ રજૂઆતમાં જણાવ્યા મુજબ ધનેશ્વર મહાદેવ મંદિર રામપુરાનાં સદાનંદ મહારાજ આજથી ત્રણ દિવસ પહેલા પીટુલાલા વિદ્યાલય, બોરીયા, તા.ગરૂડેશ્વર, જી.નર્મદાથી ગુમ થયેલા હતા.જે બાબતની ફરીયાદ ગરૂડેશ્વર પોલીસ સ્ટેશમાં તા:- ૫-૪-૨૦૨૫ ના રોજ કરેલ છે. પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવેલ નથી. આ વિષયને લઈને સંત સમાજમાં ભારે રોષ છે. સદાનંદ મહારાજ એમની કુટીયામાં રામપુરા મુકામે રહે છે. સદાનંદ મહારાજની બાજૂમાં રહેવાવાળા મહારાજ જાનકીદાસ પરિવાર સાથે રહે છે. તેમના સાથે લાંબા સમયથી વિખવાદ ચાલે છે. થોડા દિવસ પહેલા મારામારીનો વિડીયો પણ વાયરલ થયો હતો. બંને બાજુથી એફ.આઇ.આર. દર્જ કરાવી હતી. પરંતુ સદાનંદ મહારાજ તરફથી વારંવાર રજુઆત કરવા છતાં સદાનંદ મહારાજને ન્યાય નહી મળવાથી તેઓ કંટાળી ગયા હતા. તેથી ડર અને ભયને કારણે પોતાની કુટીયા છોડી બીજા આશ્રમમાં રહેતા હતા, મારી જાણકારી અનુસાર સદાનંદ મહારાજે મોબાઇલ ફોન ઉપર મને પણ જણાવેલ હતું કે મારા પાડોશી મને બહુ ગાળ આપેલ છે. જેનાથી હું ત્રાસી ગયો છું. એને કારણે હું નર્મદા કેનાલમાં આત્મહત્યા કરી લઇશ તેમ જણાવેલ હતું. આ સમયે નર્મદા નદીનાં કાંઠે પાંખડીઓ અને લોભીયાં બાબાઓ બહારથી આવીને સરકારી જમીનો ઉપર અને આદિવાસીઓને લોભ લાલચ આપીને તેમની જમીન ઉપર કબજો કરવાનું પડયંત્ર ચાલી રહેલ છે. તો ઓ સાહેબને નમ્ર વિનંતી છે કે નર્મદા જીલ્લાની હદમાં ધર્મના નામ ઉપર પાંખડ કરીને ઢોંગી બાવાઓ જે રહેતા હશે તેમનાં વિરૂદ્ધ રહેઠાણનાં પુરાવા તેમજ કાયદેસર હોય જે માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. જે બાવાઓની પાસે પોતાનું ઓળખપત્ર નહી હોય અને લાંબા સમયથી અહીં રહેતા હોય તેમનાં વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવે. જો કાર્યવાહી નહી કરવામાં આવે તો, નર્મદા જીલ્લા સંત સમિતિ મુખ્યમંત્રી ગુજરાત સામે રજુઆત કરશે.


 

(12:09 AM IST)