<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th April 2025

રાજપીપળા સિંધીવાડના 8 વર્ષીય જીદાન પઠાણે સસા ઇદ મનાવી

( ભરત શાહ દ્વારા ) નર્મદા :તાજેતરમાં મુસ્લિમોનો રમઝાન પર્વ પૂર્ણ થયો જેમાં કેટલાક નાના નાના ભૂલકાઓએ પણ અમુક રોઝા રાખી ખુદાની બંદગી કરી હતી ત્યારે રાજપીપળા સિંધીવાડમાં રહેતા એક નાનકડા બાળકે આખા રમઝાન અને બાકીના સાત દિવસના રોઝા રાખી સસા ઇદ મનાવી છે
    જાણવા મળ્યા મુજબ રાજપીપળાના સિંધિવાડમાં રહેતા નઇમખાન પઠાણના પુત્ર જીદાન ખાન પઠાણ કે જેની ઉંમર માત્ર 8 વર્ષ છે ત્યારે આટલી નાની ઉંમરે આ બાળકે રમજાન માસના પૂરા રોજા રાખ્યા અને ત્યારબાદ  સાત દિવસના બીજા રોજા રાખી સસા ઈદ મનાવી હતી. આમ આટલી નાની ઉંમરે અલ્લાહને ખુશ કરવા આખા મહિનાના રોજ રાખી ઇબાદત કરી છે.


 

(12:13 AM IST)