<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th April 2025

રાજપીપળા કોમર્સ કૉલેજ NSS વિભાગ દ્વારા વન નેશન વન ઇલેક્શન વિષય પર વિચારગોષ્ઠીનું આયોજન

( ભરત શાહ દ્વારા )નર્મદા :શ્રી રત્નસિંહજી મહિડા કોમર્સ કૉલેજ રાજપીપળાના એન એસ એસ વિભાગ દ્વારા  ‘ વન નેશન, વન ઇલેક્શન’ વિષય પર વિચારગોષ્ઠીનું આયોજન આચાર્ય ડૉ. હિતેશ એન. ગાંધીના માર્ગદર્શન હેઠળ  તા. ૦૭/ ૦૪/૨૦૨૫ ના રોજ કરવામાં આવ્યું. જેમાં સાણંદ કોલેજના અદ્યાપિકા પ્રા. ઝાલા માયાબેન દ્વારા ‘વન નેશન, વન ઇલેક્શન’ વિષય પર વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને ઇલેક્શન વિશે તેમજ દર વર્ષે થતાં ઇલેક્શન વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમજ ‘વન નેશન, વન ઇલેક્શન’ ના ફાયદાઓ પણ વિગતે જણાવ્યા હતા.

  આ વ્યાખ્યાનમાં કૉલેજના ૬૦ થી વધુ વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા, સાથે પ્રા કિંજલ ત્રિવેદી પ્રા હાફીઝ કુરેશી પ્રા કૃષ્ણા પટેલ અધ્યાપકગણ હાજર રહ્યા હતા. આચાર્ય હિતેશ ગાંધી દ્વારા વન નેશન વન ઇલેકશનના સોગંધ લેવડાવ્યા હતા. પ્રા કૃષ્ણા પટેલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન સહ પ્રોગ્રામ ઓફિસર પ્રા. માલી હીનાબેન દ્વારા કરવામાં આવ્યું હતું.

(12:17 AM IST)