<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th April 2025

નર્મદા જિલ્લામાં વીએચપી દ્વારા શરૂ થયેલ રામોત્સવ કાર્યક્રમ દરેક તાલુકામાં સફળતાથી આગળ વધી રહ્યો છે

 

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામોત્સવ ના કાર્યક્રમો 30/03/2025 થી 12/04/2025 સુધી ચાલનાર હોય, અત્યાર સુધીમાં નાંદોદ પ્રખંડ માં કરાંઠા, થરી, ધાનપોર, કાંદરોજ, બોરિદ્રા, સિસોદરા, વાવડી, ઓરી, ખામર જેવા ગામો માં આ કાર્યકમ યોજાયો જેમા જિલ્લા અધ્યક્ષ અજીતસિંહ રાઠોડ, જિલ્લા મંત્રી ગૌતમભાઈ પટેલ, જિલ્લા સહમંત્રી જયદિપસિંહ ચાવડા, જિલ્લા સત્સંગ પ્રમુખ મીરાભાઈ વસાવા, નાંદોદ પ્રખંડ ના અધ્યક્ષ વૈભવભાઈ પટેલ, નાંદોદ પ્રખંડ મંત્રી મહેન્દ્રભાઈ પટેલ, નાંદોદ પ્રખંડ ના સહમંત્રી નિકુંજભાઈ પટેલ, નાંદોદ પ્રખંડ સહમંત્રી સંદીપભાઈ પટેલ, નાંદોદ બજરંગદળ સહ સંયોજક જયદીપભાઈ મહંત, નાંદોદ બજરંગદળ સહ સંયોજક વિશ્વાસભાઈ પટેલ સહિત દરેક કાર્યકર્તાઓ એ આ ગામોમાં હાજરી આપી ને રામોત્સવ કાર્યક્રમો સફળ બનાવ્યા હતા

 જ્યારે રાજપીપળા પ્રખંડ માં કાછીયાવાડ, રામજી મંદિર, વડિયા , રાજેન્દ્રનગર સોસાયટી માં ઉપસ્થિત કાર્યકતા ની હાજરીમાં જિલ્લા અધ્યક્ષ અજીતસિંહ રાઠોડ, જિલ્લા મંત્રી ગૌતમભાઈ પટેલ, જિલ્લા સહમંત્રી નીરવભાઈ બારોટ, જિલ્લા સહમંત્રી જયદિપસિંહ ચાવડા, બજરંગદળ સંયોજક પુષ્પરાજસિંહ ચૌહાણ, શહેર મંત્રી દીનદયાળ ચૌહાણ, શહેર સહમંત્રી દિનેશભાઈ માછી, શહેર કાર્યકતા જયવર્ધન, મગનભાઇ માછી દ્વારા રામોત્સવ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ તિલકવાડા પ્રખંડ માં બુજેંઠા, જલોદરા, વજેરિયા, રામપુરી જેવા ગામોમાં ઉપસ્થિત કાર્યકતા માં જિલ્લા મંદિર એવમ અર્ચક પુરોહિત પરેશભાઈ પંડ્યા, તિલકવાડા પ્રખંડ દિનેશભાઈ તડવી, જસપાલસિંહ વોરા, દ્વારા રામોત્સવ કાર્યક્રમ કરવામાં આવ્યો
 ગરુડેશ્વર પ્રખંડ માં જોઈએ તો ગરુડેશ્વર, કેવડિયા જેવા ગામોમાં આ કાર્યક્રમ માં જિલ્લા ધર્માચાર્ય પ્રમુખ બાબુભાઈ તડવી, ગરુડેશ્વર પ્રખંડ અધ્યક્ષ શૈલેષભાઈ તડવી, બજરંગદળ સંયોજક મહેશભાઈ તડવી તથા અન્ય કાર્યકતા દ્વારા રામોત્સવ કાર્યક્રમ કરવામાં આવ્યો
અને સાગબારા પ્રખંડમાં આવતા સેલંબા ગામમાં સેલંબા પ્રખંડ અધ્યક્ષ મેહુલભાઈ અગ્રવાલ અને અન્ય કાર્યકતા દ્વારા રામોત્સવ કાર્યક્રમ કરવામાં આવ્યો અંતે ડેડિયાપાડા પ્રખંડ માં ડેડિયાપાડા, મોજદા ગામ માં થયેલા કાર્યક્રમ માં ઉપસ્થિત કાર્યકર્તા સોનજીભાઈ વસાવા, શાંતિલાલભાઈ વસાવા દ્વારા રામોત્સવ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આમ નર્મદા જિલ્લાના દરેક તાલુકાઓ માં આ કાર્યક્રમ સફળતા થી આગળ વધી રહ્યો છે

(12:30 AM IST)