News of Tuesday, 8th April 2025
બોલેરો પીકઅપ ફોર વ્હિલમાં બિયરની હેરફેર કરતા મહારાષ્ટ્રના શખ્શને સાગબારા પોલીસે ઝડપી પાડ્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લામાં મહારાષ્ટ્ર થી ઘુસાડવામાં આવતા વિદેશ દારૂ પર નર્મદા પોલીસે સતત નજર રાખી રહી છે જેમાં ખાસ કરીને સાગબારા પાસેની ચેકપોસ્ટ પર પોલીસ વાહનોનું ચેકીંગ કરી ચકાસણી કરે છે ત્યારે ગતરોજ પોલીસ માણસો ધનસેરા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગમાં હતા ત્યારે એક બોલેરો પીકઅપ ફોર વ્હિલ ગાડીને ઊભા રહેવા પોલીસે ઈશારો કરવા છટકા ગાડી ઉભી નહી રાખી સાગબારા તરફ ભગાડી મૂકતા ફરજ પરના પોલીસે સાગબારા.પોલીસમાં જાણ કરતા પોલીસે આ ગાડી ને સાગબારા પોલીસ સ્ટેશન નજીક ઉભી રખાવી તેની તપાસ કરતા અંદર બેઠેલા રાહુલ દેવીદાસ વ્યવહારે (રહે. ભૈરવનાથ મંદિર પાસે, કોંઢવા ખુર્દ, પુણે, તા.જી.પુણે મહારાષ્ટ્ર) નાઓએ પોતાના કબજામાંની બંધ બોડીની બોલેરો પીકઅપ ફોર વ્હિલ ગાડીમાં ડ્રાઇવર શીટની બાજુમા આવેલ શીટ ઉપર ગે.કા.રીતે ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂમાં કાચની બીયર નંગ પાંચ કિં. ૯૫૦ રૂપિયા પ્રોહી. મુદ્દામાલ રાખી હેરાફેરી કરી બોલેરો પીકઅપ ફોર વ્હિલ ગાડીની કિં.રૂ.૪ લાખ ગણી કુલ કિં.રૂ. ચાર લાખ નવસો પચાસ ના મુદ્દામાલ સાથે સાગબારા પોલીસ સ્ટેશન માં ગુનો દખલ કર્યો છે.
(12:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
