<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th April 2025

વડોદરામાં રક્ષિત કાંડ પછી પણ વાહનચાલકો બેફામ : ટેમ્‍પો ચાલકે હડફેટે લેતા છાત્રાનું મોત

વિદ્યાર્થીની મૈત્રી શાહ પોતાની મોપેડમાં યુનિવર્સિટીએ જઇ રહી હતી ત્‍યારે વાઘોડિયા ચાર રસ્‍તા બ્રિજ પાસે હડફેટે લઇને નાશી છૂટયો

વડોદરા, તા.૮: વડોદરા શહેરમાં રફ્‌તારના રાક્ષસો કહેર વરસાવી રહ્યા છે. રક્ષિત કાંડ બાદ પણ બેફામ વાહનો હંકારી વાહનચાલકો અને રાહદારીઓને અડફેટે લઇ રહ્યા છે. આજે વહેલી સવારે વાઘોડિયા ચાર રસ્‍તા બ્રિજ પાસે પુરપાટ ઝડપે જઈ રહેલ ટેમ્‍પોચાલકે ખાનગી યુનિવર્સિટીમાં અભ્‍યાસ કરતી વિદ્યાર્થીનીના મોપેડને અડફેટે લેતા વિદ્યાર્થીનીનું ઘટના સ્‍થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્‍યું હતું. મહત્ત્વનું છે કે, ગત રાતે પણ ન્‍યૂ VIP રોડ ખાતે આવેલ ખોડિયાર નગર ચાર રસ્‍તાથી એસ્‍સાર પેટ્રોલ પંપ તરફ જતા રોડ પર પુરપાટ ઝડપે જતી તબીબની કારે પાંચ લોકોને અડફેટે લીધા હતા.

વડોદરાના વાઘોડિયા ચાર રસ્‍તા બ્રિજ પાસે આજે વહેલી સવારે એક ટેમ્‍પાચાલક ગોઝારો અકસ્‍માત સર્જી ભાગી છૂટયો હતો. અકસ્‍માતમાં વાઘોડિયા ખાતે આવેલ ખાનગી યુનિવર્સિટીમાં કોમ્‍પ્‍યુટર વિભાગમાં અભ્‍યાસ કરતી વિદ્યાર્થીની મૈત્રી શાહ પોતાના મોપેડ પર સવાર થઇ જઈ અભ્‍યાસ અર્થે વાઘોડિયા ખાતે યુનિવર્સિટીમાં જઈ રહી હતી.

દરમિયાન વાઘોડિયા ચાર રસ્‍તા બ્રિજ પાસે પુરપાટ ઝડપે આવી રહેલ ટેમ્‍પાચાલકે અડફેટે લેતા વિદ્યાર્થીની રોડ પર પટકાઈ હતી અને તેને માથાના ભાગે ગંભીર ઇર્જાઓ પહોંચતા તેનું ઘટના સ્‍થળ ઉપર જ કમકમાટીભર્યું મોત નીપજ્‍યું હતું. અકસ્‍માતના પગલે આસપાસથી લોકટોળા ઉમટી પડતા ટેમ્‍પો ચાલક ટેમ્‍પો લઇ સ્‍થળ પરથી ફરાર થઇ ગયો હતો.

આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્‍થળે દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતક મૈત્રી શાહ પરિવારજનોને પણ ઘટનાની જાણ થતા તેઓ ઘટના સ્‍થળે દોડી આવ્‍યા હતા અને પરિવારજનોના આક્રંદથી વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ હતી.(૨૩.૧૫)

(2:26 PM IST)