News of Tuesday, 8th April 2025
‘ડ્રોન ડેવલપમેન્ટ ચેલેન્જ ૨૦૨૫' માં નિરમા યુનિ.ની ટીમ એરોનો વિજય થયો

અમદાવાદઃ નિરમા યુનિવર્સિટીની ટીમ એરો, SAE નિરમા કોલેજિયેટ ક્લબનો એક ભાગ છે જે ચેન્નાઈની કરપાગા વિનયાગા કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્રોલોજી ખાતે યોજાયેલી ડ્રોન ડેવલપમેન્ટ ચેલેન્જ (DDC) ૨૦૨૫માં ઉત્કળષ્ટ સફળતા હાંસલ કરી છે. ટીમે બે કેટેગરીમાં સ્પર્ધા કરી-માઇક્રો ક્લાસ અને રેગ્યુલર ક્લાસ-અને ભારતભરમાંથી ૧૦૩ ભાગ લેતી ટીમોમાંથી વિજયી બની, જેમાં IIT, NIT અને અન્ય પ્રખ્યાત એન્જિનિયરિંગ કોલેજો જેવી પ્રીમિયર સંસ્થાઓનો સમાવેશ થાય છે.ટીમ એરોએ કુલ રૂા. ૧,૨૦,૦૦૦ ના રોકડ ઈનામો મેળવ્યા હતાં જેમાં પ્રથમ સ્થાન (રાષ્ટ્રીય)-રેગ્યુલર ક્લાસ , ત્રીજું સ્થાન (રાષ્ટ્રીય)-માઇક્રો ક્લાસ, ટીમના સભ્યો-રેગ્યુલર ક્લાસ, ધાર્મિક ઝા-કેપ્ટન, સૌમિલ સિંઘ-પાઈલટ, વંશી રાયથ્થા, આદિત્ય ત્રિવેદી, હેમાંગ પટેલ, નિનાદ નાયર, કશિશ પટેલ, નિકુંજ પ્રજાપતિ, ભૌતિકા માવાણી, ટીમના સભ્યો-માઇક્રો ક્લાસ આયુષ પટેલ - કેપ્ટન, વ્રજેશ મિરાણી-પાઈલટ, વ્રુતિક ચંગેલા, પરમ માંકડ, કુશ મહેતા, હરી મકવાણા, વેદાંત શ્યાલ, મારિયા લાકડાવાલા, દેવર્ષિ ફળિયા, ફેકલ્ટી સલાહકારો, ડો. અબસાર એમ લાકડાવાલા, ડૉ. ધવલ બી શાહ, ડૉ. ચિંતન પટેલનો સમાવેશ થાય છે. (૩પ.ર૦)
(2:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
