News of Tuesday, 8th April 2025
અમિતભાઈ આશા પૂર્ણ કરી ગયા છે કે કેમ ? Ips અધિકારીઓમાં આખા ગુજરાતમાં હોટ ટોપિક
IB વડા, CID વડા, અમદાવાદ રેન્જ વડા સહિત મહત્વના સ્થાનો ખાલી..મુખ્યમંત્રી સાથે કે.કે.ની ત્રણ કલાક બેઠકે જગાવેલ આશા નિરાશામાં ફેરવાયા પછી હવે શું થશે? : ગુપ્તચર વડાનું સ્થાન સરકારના આંખ કાન જેવું છે. સાગર સુરક્ષા, સરહદી સુરક્ષા, ડ્રગ સહિતની ઘૂસણખોરીની માહિતી મેળવવા સાથે આંતરિક રાજકીય પ્રવાહો અંગે મુખ્યમંત્રીને માહિતગાર કરતા હોય છે. નવાઈની વાત એ છે કે ઇન્ચાર્જ પણ નિવળત થઇ ગયા છે...CID વડાનુ સ્થાન ખૂબ મહત્વનું છે. લોકોને ગુમરાહ કરતી આર્થિક સ્કીમમાં સ્થાનિક પોલીસની બેદરકારી પ્રસંગે આખા રાજ્યમાં કાર્યવાહી કરાવવી, સ્થાનિક પોલીસ સામે કોઈ તપાસ મામલે અસંતોષ હોય તો અદાલત કે મુખ્ય પોલીસ વડા આ અધિકારીના સુપરવિઝનમાં તપાસ સોંપે છે. એસપી બદલી, posting. માં પ્રેસરની પણ ચર્ચાએ જોર પકડ્યું છે. શું જૂનમાં મુખ્ય પોલીસ વડા નિવૃત્ત થાય તે સમય સુધી નિર્ણય ટાળી દેવામાં નહીં આવે ને ? આવી ભીતિ પણ સતાવી રહી છે

રાજકોટ, તા.૮: iAS લેવલે ફટાફટ લેવાતા નિર્ણય વચ્ચે આશ્ચર્યજનક રીતે IPS લેવલે ખૂબ મહત્વન સ્થાનો ખાલી છે, આમ છતાં ગાંધીનગર ઉપર પોસ્ટિંગ માટે વગદાર રાજકારણીઓનું દબાણ હોય કે બીજું કંઇ પણ ટોપ ટુ બોટમ લેવલે નિર્ણય કરવામાં તંત્ર અસમર્થ રહ્યું છે. Ips અધિકારીઓ પણ હવે અંદરખાને ખૂબ વ્યથિત બન્યા છે. આવા સંજોગો વચ્ચે ips લેવલે જે મહત્વના નિર્ણય કરતાં હોવાની ચર્ચા છે તેવા અમિતભાઈ શાહ ગુજરાત આવતા ips અધિકારીઓમાં આશાનું કિરણ જાગ્યું છે. આશા પૂર્ણ થશે કે ઠગારી નિકળશે તે સમય જણાવશે.
રાજ્ય અને કેન્દ્ર સરકારના આંખ કાન જેવી ગુપ્તચર વડા અર્થાત્ આઈબી વડાની જગ્યા ખાલી છે. કેન્દ્રીય એજન્સીઓ સાથે કોન્ટેક્ટમાં રહી દુશ્મન દેશની આંતરિક ગતિવિધિની માહિતી, ગેર કાયદે ઘૂસતા ડ્રગ, જાલી નોટ, સાગર સુરક્ષા, હોય કે સરહદ સુરક્ષા આ બધી જવાબદારી આ અધિકારી નિભાવતા હોય છે. મુખ્ય મંત્રી સાથે પણ નિર્ધારિત સમયે બેઠક યોજી રાજ્યની પરિસ્થિતિ તથા આંતરિક રાજકીય પ્રવાહથી માહિતગાર કરતા હોય છે આતો ઝલક છે, બીજા ઘણા સિક્રેટ મિશન હોય છે આવા અધિકારીની જગ્યા ખાલી છે.
IB વડા સાથે સીઆઈડી ક્રાઈમ વડા એ મહત્વનું સ્થાન છે. ગુજરાતનમાં સ્થાનિક પોલીસ કે તેમની એજન્સીઓ કોઇ કાર્યવાહી કરવામાં ઢીલાશ રાખે કે ધ્યાન બહાર રહે એ મહત્વની બાબતો આ ips હસ્તક હોય છે . લોકોને મોટા પાયે ગુમરાહ કરતી આર્થિક સ્કીમ, ક્રિકેટ સટ્ટા, ગેર કાયદે રીતે નાણાકીય હેરફેર , પોલીસ સામે કોઈ તપાસમાં અસંતોષ જેવા સમયે અદાલત અને સરકાર આ એજન્સી મારફત તપાસ કરાવે છે, તે એજન્સી વડાનુ સ્થાન ખાલી છે. ACB વડાનું સ્થાન માંડમાંડ ભર્યું છે, આ સ્થાન પર ફરજ બજાવતા શષ્ટત અધિકારીને પણ તેમની કાર્યદક્ષતા ધ્યાને રાખી એક્ઝિકયુટિવ મહત્વના સ્થાને મૂકવા પણ ચર્ચા ચાલી રહ્યાનું ips વર્તુળોમાં ચર્ચા છે.
અમદાવાદ રેન્જ વડા નિવળત થતા આ સ્થાન ખાલી છે.મોટા ભાગની રેન્જ વડાઓનો સમય પૂર્ણ છે. લ્ષ્ટ લેવલે પણ ફેરફાર આવશ્યક છે આ લેવલે ભૂતકાળની સરકારના પોસ્ટિંગ પોલીસીના દાખલા આપી , હવે એ પોલીસી બીજી રીતે અમલમાં મૂકવા એક પ્રેશર ટેકનીક ચાલતી હોવાની ચર્ચા છે. ગુજરાતના જેલ વડાની વાત કરીએ તો આ સ્થાન પર રેકોર્ડ બ્રેક સમયથી ડીજી લેવલના સિનિયર ips છે, તાજેતરમાં એક સમયના ias અને ips અધિકારીઓના ભાગ્ય વિધાતા જેવા ગુજરાત છોડી પોડીચરીના લેફ્ટેન્ટેન્ડ ગવર્નર બનેલા કે. કે. એ મુખ્ય મંત્રી સાથે ત્રણ કલાક ચર્ચા કરતાં ips અધિકારીઓમાં આશા જાગેલ, પણ એ આશા ફળીભુત થયેલ નહીં, હવે ખુદ અમિતભાઈ શાહ તાજેતરમાં ગુજરાત આવ્યા ત્યારે બદલી, બઢતી કે પોસ્ટિંગ અંગે કોઈ માર્ગદર્શન આપતા ગયા છે કે કેમ? એ જાણવા ખાનગીમાં ips અફસરો તલ પાપડ બન્યા છે.(૨૩.૯)
(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
