News of Tuesday, 8th April 2025
।। શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ્ ।। એસજીવીપી ગુરુકુલ અમેરીકા મુકામે સ્વામી શ્રી માધવપ્રિયદાસજીની ઉપસ્થિતિમાં ૭૧ સુંદરકાંડ અનુષ્ઠાનની પૂર્ણાહુતિ
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP)ના અધ્યક્ષ સ્વામી શ્રી માધવપ્રિયદાસજી અમેરિકાની સત્સંગ યાત્રાએ પધાર્યા છે.

સત્સંગ યાત્રાના આરંભે સ્વામીશ્રી એસજીવીપી ગુરુકુલ – અમેરીકા ખાતે પધાર્યા છે. સવાના, જ્યોર્જિયા સ્થિત આ ગુરુકુલમાં ‘શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર' છે. અહીં ૧૮ એકર વિસ્તારમાં માનસરોવર શોભે છે. માનસરોવરની મધ્ય ભાગમાં સર્વેશ્વર ધામનું નિર્માણ કરવામાં આવેલ છે. સર્વેશ્વર ધામમાં ભગવાન નીલકંઠવર્ણી તથા ભગવાન મહાદેવજી દ્રાદશ જયોતિર્લિંગ સ્વરૂપે બિરાજે છે.
હવે અહીં સર્વેશ્વર ધામમાં ચૈત્રી પૂર્ણિમાએ ભગવાન શ્રીહરિના દશાવતાર, બર્ફાની બાબા અમરનાથ મહાદેવ તથા શ્રી હનુમાનજી મહારાજની વિશાળ મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવશે.
આ પ્રતિષ્ઠા મહોત્સવના અનુસંધાને સ્વામીશ્રીની આજ્ઞાથી અહીં રહીને સેવા બજાવનારા સંતો સાધુ ભક્તિવેદાંતદાસ, સાધુ વેદાંતસ્વરૂપદાસ તથા સાધુ શુકવલ્લભદાસ ધુ શુકવલ્લભદાસ વગેરેની પ્રેરણાથી સવાનામાં નિવાસ કરતા ભાવિક ભાઈ-બહેનોએ સુંદરકાંડના ૭૧ પાઠ કર્યા, હનુમાન ચાલિસાના ૧,૧૧,૦૦૦ પાઠ કર્યા. આ ભવ્ય અને દિવ્ય અનુષ્ઠાનની પૂર્ણાહુતિ પ્રસંગે સ્વામી માધવપ્રિયદાસજી ખાસ ઉપસ્થિત રહ્યા.
આ પ્રસંગે હૃદયની પ્રસન્નતા વ્યક્તિ કરતા સ્વામીશ્રીએ જણાવ્યું કે, વિદેશની ધરતી ઉપર આપ સર્વેએ આવડું મોટું અનુષ્ઠાન કર્યું એ જાણીને અત્યંત આનંદ થયો. આ અનુષ્ઠાનથી શ્રીહરિ તમારા ઉપર ખૂબ જ પ્રસન્ન થશે. શ્રીહરિ આપણા સર્વના જીવનને સત્યમ્, શિવમ્, સુંદરમ્ બનાવે. આપણને સર્વને હનુમાનજી મહારાજ જેવી શક્તિ અને ભક્તિ પ્રાપ્ત થાય એવી અમે શ્રીહરિ ચરણમાં પ્રાર્થના કરીએ છીએ.
આ દિવ્ય ભક્તિસભર અનુષ્ઠાનની પૂર્ણાહુતિ પ્રસંગે અમારે ઉપસ્થિત રહેવાનું થયું, એને અમે પણ અમારા સદ્ભાગ્ય માનીએ છીએ. વિદેશની ધરતી ઉપર આવું ભવ્ય અને દિવ્ય અનુષ્ઠાન કલ્પના બહારનું છે. આપ સર્વ ભક્તજનોને આ રીતે પ્રેમથી ભજન, સત્સંગ કરતા જોઈને આ મંદિર કરવું સાર્થક લાગી રહ્યું છે.”
આ મંગલ અવસરે વિશાળ સંખ્યામાં પધારેલા ભક્તજનોએ ખૂબ જ ઉમળકાભેર પૂજય સ્વામીજીનું સ્વાગત કર્યું હતું. સ્વામીશ્રીના શ્રીમુખે ભગવદ્ કથાનું શ્રવણ કરીને પ્રસન્ન થયા હતા. સભાને અંતે શ્રી હનુમાનચાલિસા પાઠ, આરતી દર્શન કરી પ્રસાદ પામ્યા હતા.
બીજે દિવસે સ્વામીશ્રીના પાવન સાનિધ્યમાં ભગવાન શ્રીરામચંદ્રજી તેમજ ઘનશ્યામ મહારાજનો પ્રાગટ્ય મહોત્સવ ભારે ધામધૂમથી ઉજવાયો હતો.
(5:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
