News of Tuesday, 8th April 2025
આણંદની બાકરોલની સરકારી કન્યા છાત્રાલયમાં હોબાળો: મેનું મુજબ ભોજન ન અપાતું હોવાના વિદ્યાર્થિનીના આક્ષેપ
ભોજનમાં અવાર-નવાર જીવાત નીકળતી હોવાની વિદ્યાર્થિનીઓની ફરિયાદ :નિયમ મુજબ જમવાનું નહીં મળે ત્યાં સુધી ભોજનના બહિષ્કારની ચીમકી

અમદાવાદ :સરકારી શાળાઓમાં સરકાર દ્વારા મધ્યાહન ભોજન આપવામાં આવતુ હોય છે. જો કે કેટલીક વાર સરકાર દ્વારા ચલાવવામાં આવતી મધ્યાહન ભોજન યોજના ગુણવત્તાને લઈને વિવાદમાં આવતી હોય છે. આણંદના બાકરોલની સરકારી કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થિનીઓએ હોબાળો કર્યો છે.
અનુસૂચિત જાતિ સરકારી કન્યા છાત્રાયલમાં વિદ્યાર્થિનીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે. મેનું મુજબ ભોજન ન અપાતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ભોજનમાં અવાર-નવાર જીવાત નીકળતી હોવાની વિદ્યાર્થિનીઓની ફરિયાદ છે. અનેકવાર રજૂઆત છતાં પગલાં ન લેવાતા વિદ્યાર્થિનીઓમાં રોષ જોવા મળ્યો છે. નિયમ મુજબ જમવાનું નહીં મળે ત્યાં સુધી ભોજનના બહિષ્કારની ચીમકી ઉઠી છે.
વિદ્યાર્થિનીઓનો આક્ષેપ છે કે અનેકવાર રજૂઆત છતાં કોઈ જ પગલાં નથી લેવાઈ રહ્યા. એટલું જ નહીં વિદ્યાર્થિનીઓએ હોબાળો મચાવતા વોર્ડન કે નિયામકે તેમની વાત સાંભળવાને બદલે પોલીસ બોલાવતા વિદ્યાર્થિનીઓ રોષે ભરાઈ હતી
(6:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
