News of Tuesday, 8th April 2025
રડતા બાળકને પીવડાવવા દૂધ આપવાને બદલે નિર્દયી બાળકને પાણીની ટાંકીમાં ફેંકી દીધો :ઢાંકણું બંધ કરી દીધું
બાળક ખોવાઈ ગયું હોય તેવી બૂમો પાડી જેથી તેનો પતિ પોલીસ પાસે પહોંચ્યો: આખરે ભાંડો ફૂટ્યો

અમદાવાદના મેઘાણીનગરમાં એક નિર્દયી માતાએ પોતાના માત્ર 3 માસનાં દિકરાને મોતને ઘાટ ઉતાર્યો છે. શું છે સમગ્ર બનાવ અને કોણ છે આ હત્યારી માતા જોઈએ આ અહેવાલમાં..
અમદાવાદની એક મહિલાએ એવુ કૃ્ત્ય કર્યું છે કે તેને જેલમાં જવાનો વારો આવ્યો છે. આ મહિલાનું નામ કરિશ્મા બઘેલ છે, આ મહિલા અમદાવાદના મેઘાણીનગરમાં આવેલી જયઅંબે સોસાયટીમાં પતિ અને સાસુ અને 4 માસના દિકરા સાથે રહે છે. ગત 5 એપ્રિલની સવારે મેઘાણીનગર પોલીસ સ્ટેશન ખાતે મહિલાનો પતિ પહોંચ્યો હતો અને દિલીપ બધેલે પોતાનો 3 માસનો દિકરો ખ્યાલ ઉર્ફે બાબુ ખોવાઈ ગયું હોવાની જાણ પોલીસને કરી હતી. 3 માસનો બાળક હોવાથી તેનુ કોઈએ અપહરણ કર્યું છે કે તે આશંકાએ મેઘાણીનગર પોલીસે મકાનની આસપાસ અને પાડોશીઓ પાસે માહિતી લીધી અને 4 કલાકની તપાસ બાદ ફરિયાદીના ઘરની પાણીની ટાંકીમાંથી જ તેનો 3 માસના દિકરા ખ્યાલનો મૃતદેહ ટાંકીમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.
મેઘાણીનગર પોલીસે પરિવારનાં નિવેદન લીધા અને બાળકના મોત અંગે તપાસ શરૂ કરી હતી. ત્રણ મહિનાનું બાળક ઘરની પાછળના ભાગે આવેલી અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં પહોંચ્યું તો પહોંચ્યું કેવી રીતે તેની તપાસ કરતા છેલ્લે બાળક તેની માતા પાસે હોવાની હકિકત જાણવા મળી હતી. જેથી તેની પુછપરછ કરતા અંતે તેણે પોતાના ગુનાની કબૂલાત કરી હતી. તેણે પોલીસ સમક્ષ જે હકિકત જણાવી તે સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. બાળકની માતા કરિશમા બધેલ જ્યારે ગર્ભવતી હતી વખતે તેમને પેટમાં દુખાવો ઉપડ્યો હતો, ત્યારબાદ ઘણી વખત શરીરમાં દુખાવો થતા તેને એવું લાગતું કે બાળકના લીધે આ સમગ્ર તકલીફ તેને પડી રહે છે. જન્મ બાદ પણ બાળક રડતું કચકચાટ કરતું ત્યારે પણ માતા તેનાથી કંટાળી હતી. બાળકનું મોત થયું તેના એક દિવસ પહેલા પણ માતા કરિશમાએ તેને સીડીનાં પગથીયા પાસે મુકી દીધુ હતું જેથી તે નીચે પડી જાય અને મરી જાય જોકે તે બચી ગયો હતો. તેવી જ રીતે અગાઉ કરિશમાએ બાળકને સોફા પર મુકી દીધો હતો અને સોફા પરથી તે પડી પણ ગયો હતો, જોકે સદનસીબે તેને ગંભીર ઈજાઓ પહોંચી ન હતી.
ઘટનાના દિવસે બાળકને સવારે 6:30 વાગે રડતું હતું તેથી બાળકના દાદીએ બાળકને માતા કરિશમાને શાંત રખાવા અને દૂધ પીવડાવા આપ્યું હતું. ત્યારે બાળકથી કંટાળેલી આ માતાએ તેને ઘરમાં નીચે આવેલી પાણીની ટાંકી પાસે લઈ જઈ ટાંકીમાં ફેંકી દિધો હતો અને બાદમાં નિર્દયી બનીને ટાંકીનું ઢાંકળુ પણ બંધ કરી દિધુ હતું, જેથી કોઈ પણ સભ્ય બાળકનો અવાજ સાંભળી તેને બચાવી ન લે. જેનાં થોડા સમય બાદ કરિશમાએ બાળક ખોવાઈ ગયું હોય તેવી બૂમો પાડી હતી, જેથી તેનો પતિ પોલીસ પાસે પહોંચ્યો હતો. આખરે પોલીસ દ્વારા આરોપી માતાને ઝડપી લેવામાં આવી છે. નવાઈની વાત અહિયાં એ પણ છે કે આ માતા પોતે આગ્રામાં આવેલ ભીમસાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં બી.એસ.સી વિષયમાં ટોપ કર્યું છે, ત્યારે અહીં એવા સવાલ ઊભા થાય છે કે શું ત્રણ મહિનાના ખ્યાલ દ્વારા માતાને એવી તો કેવી હેરાન કરવામાં આવી કે માતા દ્વારા આ બાળકનું મૃત્યુ કરી દેવામાં આવ્યુ છે, જો કે સમગ્ર તપાસ પહેલાની કસ્ટડીમાં લઈને પૂછપરછ વધુ હાથ ધરી છે.
(8:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
