<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th April 2025

રાજ્યમાં લીંબુનો સૌથી ઉંચો ભાવ(મણમાં) ગોંડલ માર્કેટ ર્ડમા 3400 રૂપિયા બોલાયો : જાણો અન્ય 13 યાર્ડના ભાવ

ગુજરાતની 13 માર્કેટ યાર્ડમાં કુલ 112.13 ટન લીંબુની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન લીંબુની આવક

અમદાવાદ :  આજે ગુજરાતની 13 માર્કેટ યાર્ડમાં કુલ 112.13 ટન લીંબુની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં લીંબુનો સૌથી ઉંચો ભાવ(મણમાં) ગોંડલ માર્કેટ યાર્ડમા 3400 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં લીંબુનો ઉંચો ભાવ 3000 રૂ. અને નીચો ભાવ 1400 રૂપિયા સુધી બોલાયો હતો.

  આ સિવાય દાહોદમાં 3 હજાર રૂ., મહેસાણામાં 2800 રૂ., પાલીતાણામાં 2400 રૂ., દામનગરમાં 2100 રૂ., નવસારીમાં 2 હજાર રૂ., નડિયાદમાં 1160 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો. કિલો લેખે જોઇએ તો રાજ્યના વિવિધ યાર્ડમાં 1 કિલો લીંબુનો ભાવ 58 રૂ.થી 170 રૂ. સુધી બોલાયો છે.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 112.13 ટન લીંબુની આવક થઇ છે.

(8:44 PM IST)