<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th April 2025

રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ વ્યારા માર્કેટ યાર્ડમા 1380 રૂપિયા સુધી બોલાયો: જાણો અન્ય 19 યાર્ડના ભાવ

ગુજરાતની 19 માર્કેટ યાર્ડમાં કુલ 804.15 ટન મગફળીની આવક થઇ : જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 19 માર્કેટ યાર્ડમાં કુલ 804.15 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ વ્યારા માર્કેટ યાર્ડમા 1380 રૂપિયા બોલાયો હતો. રાજકોટમાં ઉંચો ભાવ 1080 રૂ. અને નીચો ભાવ 900 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય ગોંડલમાં 1201 રૂ., વેરાવળમાં 1131 રૂ., માંગરોળમાં 1110 રૂ., હિંમતનગરમાં 1100 રૂ., જેતપુરમાં 1088 રૂ., ધ્રોલમાં 1070 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 804.15 ટન મગફળીની આવક થઇ છે.

(8:48 PM IST)