<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th April 2025

રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ માણાવદર માર્કેટ યાર્ડમા 1645 રૂપિયા બોલાયો: જાણો અન્ય 34 યાર્ડના શું રહ્યા ભાવ

ગુજરાતની 34 માર્કેટ યાર્ડમાં કુલ 1,519.42 ટન કપાસની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 34 માર્કેટ યાર્ડમાં કુલ 1,519.42 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ માણાવદર માર્કેટ યાર્ડમા 1645 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1504 રૂ. અને નીચો ભાવ 1320 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય વિસનગરમાં 1582 રૂ., ઉનાવામાં 1580 રૂ., સિદ્ધપુરમાં 1575 રૂ., બાબરામાં 1540 રૂ., ગોંડલમાં 1511 રૂ., ભેસાણમાં 1495 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,519.42 ટન કપાસની આવક થઇ છે.

(8:52 PM IST)