News of Tuesday, 8th April 2025
રાજ્યમાં ડુંગળીનો ઉંચો ભાવ નડિયાદ અને ખંભાત માર્કેટ યાર્ડમા 500 રૂપિયા બોલાયો: જાણો અન્ય 21 યાર્ડના ભાવ
ગુજરાતની 21 માર્કેટ યાર્ડમાં કુલ 8,563.55 ટન ડુંગળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 21 માર્કેટ યાર્ડમાં કુલ 8,563.55 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ ખંભાત માર્કેટ યાર્ડમા 500 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં ડુંગળીનો ઉંચો ભાવ 250 રૂ. અને નીચો ભાવ 61 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય નડિયાદમાં 500 રૂ., ડીસામાં 480 રૂ., આણંદમાં 400 રૂ., ભુજમાં 360 રૂ., દાહોદમાં 340 રૂ., કપડવંજમાં 320 રૂ., ગોંડલમાં 261 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 8,563.55 ટન ડુંગળીની આવક થઇ છે.


(8:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
