News of Tuesday, 8th April 2025
ઉમરપાડાની હોસ્ટેલમાં 14 વર્ષીય વિદ્યાર્થિનીના મોતને લઈ આદિવાસી આગેવાનોએ રેલી યોજી વિરોધ નોંધાવ્યો
આરોપ છે કે માથાના દુઃખાવાની દવા લીધા બાદ વિદ્યાર્થિનીનું મોત થયું અને તેને માર મારતા લોહીની ઉલ્ટી થઈ હતી

સુરત જિલ્લાના ઉમરપાડાની હોસ્ટેલમાં 14 વર્ષીય વિદ્યાર્થિનીના મોતને લઈ આદિવાસી આગેવાનોએ રેલી યોજી વિરોધ નોંધાવ્યો છે. આરોપ છે કે માથાના દુઃખાવાની દવા લીધા બાદ વિદ્યાર્થિનીનું મોત થયું અને તેને માર મારતા લોહીની ઉલ્ટી થઈ હતી.
સમગ્ર ઘટનાને છુપાવવા દબાણ કરાયું હોવાનો અને વોર્ડનની બેદરકારીથી મોત થયું હોવાનું પણ આરોપ છે. પોલીસે વોર્ડન અને આચાર્ય વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
(10:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
