તા. ૨૩ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧૨ બુધવાર
News of Tuesday, 8th April 2025
વડોદરામાં વાઘોડિયામાં હિટ એન્ડ રન: ટેમ્પો ચાલકે એક્ટિવા પર જતી વિદ્યાર્થિનીઓને અડફેટે લીધી:એક વિદ્યાર્થિનીનું મોત : અન્ય એક ગંભીર
વાઘોડિયા ચોકડી પાસે ટેમ્પો ચાલકે એક્ટિવા પર જતી વિદ્યાર્થિનીઓને અડફેટે લીધી: અકસ્માત બાદ ટેમ્પો ચાલક ફરાર

વડોદરામાં વાઘોડિયામાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. વાઘોડિયા ચોકડી પાસે ટેમ્પો ચાલકે એક્ટિવા પર જતી વિદ્યાર્થિનીઓને અડફેટે લીધી હતી. જેમાં એક વિદ્યાર્થિનીએ જીવ ગુમાવ્યો છે. જ્યારે અન્ય એક ગંભીર ઈજાગ્રસ્ત છે. અકસ્માત બાદ ટેમ્પો ચાલક ફરાર છે.
છેલ્લાં ઘણાં સમયથી નશામાં ધૂત થઈ વાહનો હંકારવાની અને અકસ્માત સર્જવાની ઘટનાઓ વડોદરામાં સતત વધી રહી છે. વારસિયામાં એસ્સાર પેટ્રોલ પંપ પાસે એક આવી જ દુર્ઘટના ઘટી કે જ્યાં નશામાં ધૂત ચાલકે 6 જેટલાં વાહનોને અડફેટે લીધાં. અકસ્માતમાં એક વૃદ્ધાને ઈજાઓ પહોંચી હતી. તો બેફામ ચાલકની કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી. ગુજરાતમાં દારૂબંધીના પણ જાણે ખુલ્લેઆમ લીરેલીરા ઉડી રહ્યા છે.
(10:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
