તા. ૨૦ માર્ચ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ચૈત્ર સુદ – ૧ શુક્રવાર
News of Wednesday, 9th April 2025
દેડિયાપાડાના બયડી ગામથી પોલીસે અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, બંને આરોપી ફરાર

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના બયડી ગામથી પોલીસે બાતમીના આધારે અંગ્રેજી દારૂનો મુદામાલ પકડી ગુનો દાખલ કર્યો છે
મળતી માહિતી અનુસાર પોલીસને મળેલી બાતમીના મુજબ સિતારામ ભારજીભાઈ વસાવા( રહે.ધોલેખામ, તા.નેત્રંગ, જી.ભરૂચ) એ પોતાના કબ્જામાની એક્સટર ફોરવ્હીલ ગાડી રજી નં.GJ-16-DK-7765 માં ગે.કા. ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂ ના ક્વાટરીયા નંગ-૪૮૦ કિ.રૂ.૪૮,૦૦૦ તથા બિયર ટીન નંગ-૪૮ કિ.રૂ.૬૦૦૦ મળી કુલ પ્રોહી મુદ્દામાલ કિ.રૂ.૫૪,૦૦૦ તથા ફોર વ્હીલ ગાડી ની કિ.રૂ.૫,૦૦,૦૦૦.મળી કુલ રૂ.૫,૫૪,૦૦૦ નો મુદામાલ આશિષ ઉર્ફે કાળીયો સોનજીભાઇ વસાવા (રહે.બયડી, તા.ડેડીયાપાડા, જી.નર્મદા )નાઓના રહેણાંક ઘરમાં રાખી રેઇડ દરમ્યાન બન્ને આરોપીઓ નાશી ગયેલ હોય ડેડિયાપાડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(12:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
