<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th April 2025

આકરી ગરમીનો પ્રકોપ : મુખ્યમંત્રીના કાર્યક્રમમાં સુરક્ષા કરી રહેલા મહિલા પોલીસ કર્મી ચક્કર ખાખાઈને ઢળી પડ્યા

મુખ્યમંત્રીના કાર્યક્રમ માટે વહેલી સવારથી બંદોબસ્તમાં તૈનાત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ગરમીના કારણે હાલત ખરાબ

(ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપરા ખાતે આવેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના કાર્યક્રમ દરમિયાન એક  મહિલા પોલીસ કર્મચારીને ચક્કર આવતા તેઓ પડી ગયા હતા ત્યારે તાત્કાલિક તેઓને સારવાર આપવામાં આવી હતી. મહિલા પોલીસ ને ચક્કર અને ગભરામણ થતા રાજપીપળા ટાઉન પીઆઇ વી. કે ગઢવી  અને અન્ય પોલીસ સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો અને તાત્કાલિક તેઓને જરૂરી પ્રાથમિક સારવાર અપાવીને લઈ જવાયા હતા.
     અત્રે ઉલ્લેખનિય છે કે મુખ્યમંત્રી નો કાર્યક્રમ ચાલી રહ્યો હતો તે દરમિયાન રણછોડજી મંદિર પાસે આ ઘટના બની હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલ વહેલી સવારે 9 કલાકે રામપુરા પરિક્રમામાં પહોંચ્યા હતા. પંરતુ કર્મચારીઓ અને પોલીસ કર્મીઓ તો વહેલી સવાર મળસ્કે ચારેક વાગ્યાના તૈનાત કરી દેવાયા હતા. અને વિવિઆઈપીના રિહર્સલ ચાલતું હોય પોલીસ કર્મચારીઓ ને પોઝિશન માં રહેવાનું હોવાથી છેલ્લા ચાર પાંચ કલાક થી ઊભા રહેલ મહિલા પોલીસ કર્મચારી બે અચાનક જ ચક્કર આવતા તેઓ ઢળી પડ્યા હતા. જોકે સતત બંદોબસ્ત અને હાલમાં પડી રહેલી ખતરનાક ગરમીના પ્રકોપમાં પોલીસ કર્મીઓની હાલત ખૂબ કફોડી થઈ છે. અને વહેલી સવારથી પોલીસ અધિકારી, કર્મચારીઓની સાથે સાથે વીજ કંપનીના અને અન્ય અધિકારીઓ પણ સ્ટેન્ડબાય રહેતા તમામને આ ગરમી અઘરી સાબિત થઈ હતી.


 

(12:04 AM IST)