News of Wednesday, 9th April 2025
મંત્રી કુંવરજીભાઇ હળપતિના ધારાસભ્ય ચૈતર વસાવા પર વિધાનસભામા આક્ષેપ
આદિવાસીઓ માટે અવાજ ઉઠાવતા નથી તેવા મંત્રી કુંવરજીભાઇ હળપતિના આક્ષેપ સામે વિધાનસભામા ચૈતર વસાવા આક્ષેપનો આપ્યો વળતો જવાબ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:ધારાસભ્ય ચૈતર વસાવા વિધાનસભામા આદિવાસીઓ માટે અવાજ ઉઠાવતા નથી તેવા મંત્રી કુંવરજીભાઇ હળપતિના આક્ષેપ સામે વિધાનસભામા ચૈતર વસાવાએ આક્ષેપનો વળતો જવાબ આપ્યો હતો. અને અલગ ભીલ પ્રદેશની માંગ કરી હતી.
ડેડીયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઇ હળપતિ બન્ને આમને સામને આવ્યા છે ત્યારે બન્ને નેતાઓ એકબીજા પર સામ સામે આદિવાસીની સુવિધાઓ મુદ્દે પ્રહારો કરી રહ્યાં છે.જેમાં ધારાસભ્ય ચૈતર વસાવા વિધાનસભામા આદિવાસીઓ માટે અવાજ ઉઠાવતા નથી તેવા આક્ષેપ મંત્રી એ કર્યો હતો એનો વળતો જવાબ વિધાનસભાંમાં ચૈતર વસાવા એ આપ્યો હતો અને જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા આદિવાસીઓના પ્રશ્નો હલ થતા નથી તેથી આદિવાસીઓના કલ્યાણ માટે અલગ ભીલ પ્રદેશની માંગ કરી હતી.
(12:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
