<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th April 2025

પ્રિયંકા ગાંધીને મોટી જવાબદારી આપવા અંગે કરાયું મંથન : ગુજરાતની કમાન સોંપાઈ શકે

ઈલેક્શન કેમ્પેઈન કમિટીની ચેરપર્સન બનાવવામાં આવી શકે

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપ સત્તામાં છે ત્યારે કોંગ્રેસ હવે એ પ્રયાસોમાં લાગી ગઈ છે કે 2027ની વિધાનસભા ચૂંટણી અને 2029ની લોકસભા ચૂંટણી માટે સત્તા વિરોધી લહેર ઉભી કરી શકાય. આ પરિવર્તનની શરૂઆત કોંગ્રેસ ગુજરાતથી કરવા માગે છે. 

 આ તરફ સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબ પ્રિયંકા ગાંધીને ગુજરાતની કમાન સોંપવામાં આવી શકે છે. ગુજરાતમાં પ્રિયંકાને કોઈ મોટી જવાબદારી કોંગ્રેસ સોંપી શકે છે. તેમને ઈલેક્શન કેમ્પેઈન કમિટીની ચેરપર્સન બનાવવામાં આવી શકે છે. પ્રિયંકાને આગળ કરી ભાજપને તેના જ ગઢમાં ઘેરવાની રણનીતિ કોંગ્રેસ બનાવી રહી છે.

   હવે કોંગ્રેસના ગુજરાતમાં તેણે ગુમાવેલો જનાધાર પરત મેળવવા કોંગ્રેસના દિગ્ગજોએ કમર કસી છે.અમદાવાદમાં આજે કોંગ્રેસનું અધિવેશન કોંગ્રેસ વર્કિંગ કમિટીની મેરેથોન બેઠક સાથે શરૂ થયુ .જે બાદ 9 એપ્રિલે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રતિનિધિઓની બેઠકમાં આગળની રણનીતિ પર મંથન કરવામાં આવશે. આજની બેઠક પહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે, સાથે રાહુલ અને સોનિયા ગાંધીએ સરદાર પટેલની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી નમન કર્યુ હતુ.

 

(12:44 AM IST)