<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

ધંધુકાની સરકારી સરકારી હોસ્પિટલમાં શોર્ટ સર્કિટથી આગ: ફાયર બ્રિગેડે કાબૂ મેળવ્યો

કોઈ ઇનડોર દર્દી દાખલ ન હોવાથી મોટી જાનહાનિ ટળી

ધંધુકાની સરકારી હોસ્પિટલમાં ગુરુવારે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાની ઘટના બની હતી. હોસ્પિટલમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા સ્ટાફમાં અફરાતફરી મચી ગઈ હતી.

  આ સમયે હોસ્પિટલમાં કોઈ ઇનડોર દર્દી દાખલ ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. આગની જાણ થતાં જ ધંધુકા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ ત્વરિત કાર્યવાહી કરીને આગ પર કાબૂ મેળવી લીધો હતો.

હોસ્પિટલ સ્ટાફે સૂઝબૂઝ વાપરીને તાત્કાલિક બહાર નીકળી જવાનો નિર્ણય લીધો હતો. આગને કારણે હોસ્પિટલના કેટલાક ભાગમાં નુકસાન થયું હતું. આ ઘટના બાદ હોસ્પિટલના ઇલેક્ટ્રિક વાયરિંગની તપાસ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે.

(1:37 PM IST)