<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

અમદાવાદમાં રિવરફ્રન્ટનો વિકાસ પુરજોશમાં :ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશન સુધી ફેલાયેલો હશે રિવરફ્રન્ટ :મળશે વૈશ્વિક ઓળખ

રિવરફ્રન્ટના વિકાસના છઠ્ઠા તબક્કાને લઈ જમીની કામ શરૂ : સિંગાપુરની કંપની સાથે પ્રોજેક્ટ :અંદાજિત 3300 કરોડ રૂપિયાની થશે ખર્ચ

અમદાવાદમાં રિવરફ્રન્ટનો વિકાસ ફુલસ્પીડમાં થઈ રહ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટને હવે ગુજરાતની રાજધાની ગાંધીનગર સુધી વધારવામાં આવી રહ્યો છે. આ રિવરફ્રન્ટનો વિકાસ ઘણા ચરણોમાં કરાઈ રહ્યો છે. રિવરફ્રન્ટના વિકાસના છઠ્ઠા તબક્કાને લઈ જમીની કામ શરૂ થઈ ગયું છે, જે GIFT સિટીથી સંત સરોવર સુધી ફેલાયેલું છે.

આ તબક્કાનું કામ રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જો કે તેને લઈ અત્યાર સુધીમાં આધિકારિક ઘોષણા કરવામાં આવી નથી, પરંતુ PDEU અને ગિફ્ટ સિટીને જોડતા પુલવા ઉત્તરી ભાગનું નિર્માણ કામ ઝડપી કરવામાં આવી રહ્યું છે.

 

આ ઉપરાંત ગિફ્ટ સિટી નજીક 1.5 કિલોમીટરના વિસ્તારમાં ડાયાફ્રેમ અને રિટેનિંગ વોલ બનાવવામાં આવશે. જેમાં સિંગાપોરની કંપની કંસલ્ટેંસી સુરબાના ઝુરોંગને સામેલ કરવામાં આવી છે. આ કંપની સિંગાપોરની સંપ્રુભુ રોકાણ કંપની ટેમાસેકના સ્વામિત્વ વાળી છે. આ કંપની પ્રોજેક્ટના આવનારા તબક્કાઓને વિકસિત કરવાનું કામ કરશે.

પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદના વાસણા બેરેજથી લઈ ગાંધીનગરની પાસે થર્મલ પાવર સ્ટેશન સુધી 38 કિલોમીટર સુધી ફેલાયેલો હશે. આ પ્રોજેક્ટમાં 7 ફેસ સામેલ છે. પ્રથમ તબક્કામાં 11.2 કિલોમીટરને કવર કરવામાં આવશે. જેનું ઉદ્ઘાટન 2009માં થયું હતું. વર્તમાનમાં ચાલી રહેલા બંને ચરણોને આર્કિટેક્ટ બિમલ પટેલના નેતૃત્વમાં એચસીપી ડિઝાઈન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યો હતો.

 

આ પ્રોજેક્ટનો ત્રીજો તબક્કો પર્યાવરણીય મંજૂરી બાદ ટૂંક સમયમાં શરૂ થશે. 1,000 કરોડના ખર્ચનો અંદાજિત આ તબક્કો બેંગલુરુ સ્થિત સોભા કન્સલ્ટન્ટ્સ દ્વારા ડિઝાઇન કરવામાં આવી રહ્યો છે. હજુ ટેન્ડરીંગ ચાલુ છે. ત્યાં જ 4 થી 7 તબક્કાનો કુલ અંદાજિત ખર્ચ રૂ.3300 કરોડ છે. ગિફ્ટ સિટી નજીક ચાલી રહેલ કામ 6 તબક્કામાં આવે છે.

 


 

(7:16 PM IST)