News of Thursday, 10th April 2025
રાજપીપળાના પર્યાવરણ અને જીવદયા પ્રેમી નીરજ પટેલએ નિઃશુલ્ક ચકલીઘર અને પાણી પરબનું વિતરણ કર્યું
૫૦૦ ચકલીઘર અને ૫૦૦ પાણી પરબ નિશુલ્ક આપી આ સેવાભાવી યુવાને લોકોને પ્રેરણા આપી છે

(ભરત શાહ દ્વારા ) નર્મદા :તાજેતરમાં વિશ્વ ચકલી દિવસ ગયો જેમાં કેટલાક જીવદયા પ્રેમીઓ દ્વારા ઉજવણી કરી લુપ્ત થતી ચકલીઓ ને બચાવવા માળા અને કુંડાનું વિતરણ કરવામાં આવ્યું પરંતુ રાજપીપળાના વેપારી અને પર્યાવરણ પ્રેમી ની સાથે જીવદયા પ્રેમી નીરજભાઈ પટેલએ અલગ પ્રકારના ચકલીઓ માટેના ઘર અને પાણી માટે પાણી પરબનું નિઃશુલ્ક વિતરણ કર્યું
હતું. લુપ્ત થઈ રહેલી ચકલીની સંખ્યા વધે અને હાલમાં પડી રહેલી આકરી ગરમીમાં ચકલીઓનું રક્ષણ થાય તેવા ઉમદા આશયથી નીરજ પટેલ ડી આર આ વિતરણ કરવામાં આવ્યું હતું. આમ ૫૦૦ ચકલીઘર અને ૫૦૦ પાણી પરબ નિશુલ્ક આપી આ સેવાભાવી યુવાને લોકોને પ્રેરણા આપી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ નીરજ પટેલે પ્લાસ્ટિક મુક્ત નર્મદા અભિયાન ચલાવી ૪૫ દિવસમાં ૩૦૦૦ કિલોથી વધુ પ્લાસ્ટિક એકત્રિત કર્યું હતું અને ત્યારબાદ પણ નીરજ પટેલએ ઉત્તરાયણ પર્વ માં મોટરસાયકલ ચાલકો પતંગના દોરાથી ના ઘવાય તે માટે સેફ્ટી ગાર્ડ પણ નિઃશુલ્ક લગાવી માનવતા મહેકાવી હતી. આવા અનેક સેવાકાર્યો કરી રહેલા નીરજ પટેલ હંમેશા સોશિયલ મીડિયા ના માધ્યમથી જાગૃતિ માટે સતત પ્રયત્નશીલ જોવા મળે છે.
(10:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
