<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

રાજપીપળા જૈન સમાજ દ્વારા મહાવીર જન્મ કલ્યાણક દિવસે વિવિધ કાર્યક્રમો કરાયા

( ભરત શાહ દ્વારા ) નર્મદા:સમગ્ર વિશ્વમાં જૈન સમાજ દ્વાર મહાવીર જન્મ કલ્યાણક દિવસની ઉજવણી કરવામાં આવે છે જેમાં રાજપીપળા શહેર માં વસતા જૈન સમાજ દ્વારા પણ આ દિવસે અલગ અલગ કાર્યક્રમો કરી ઉજવણી કરવામાં આવી હતી

  રાજપીપલા જૈન સંઘ સ્યાદ્વાદ પાઠશાળા દ્વારા મહાવીર જન્મ કલ્યાણ ની હર્ષભેર ઉજવણી અને વિવિધ કાર્યક્રમ કરવામાં આવ્યા જેમાં સવારના પ્રભાતફેરી, બહેનો દ્વારા જન્મ કલ્યાણક પૂજા, ભગવાન ની વિવિધ અંગ રચના અંગી, બાળકો દ્વારા ભગવાન મહાવીર ચરિત્ર પર નિબંદ સ્પર્ધા, શ્રી સંઘ નું સ્વામીવાસ્તલય, રાત્રે પ્રભુ ભક્તિ નમસ્કાર મહામંત્ર ના જાપ કરી વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.


 

(10:05 PM IST)