News of Thursday, 10th April 2025
રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ આણંદ માર્કેટ યાર્ડમા 400 રૂપિયા સુધી બોલાયો : જાણો અન્ય 14 યાર્ડના ભાવ: જુઓ સંપુર્ણ યાદી
ગુજરાતની 14 માર્કેટ યાર્ડમાં કુલ 6,056.70 ટન ડુંગળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 14 માર્કેટ યાર્ડમાં કુલ 6,056.70 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ આણંદ માર્કેટ યાર્ડમા 400 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં ડુંગળીનો ઉંચો ભાવ 255 રૂ. અને નીચો ભાવ 65 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય બીલીમોરા 400 રૂ., કપડવંજમાં 320 રૂ., મોરબીમાં 300 રૂ., રાજકોટમાં 255 રૂ., ગોંડલમાં 236 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 6,056.70 ટન ડુંગળીની આવક થઇ છે.


(10:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
