<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

વિશ્વ હોમીયોપેથી દિન નિમિત્તે રાજપીપળા ખાતે નિઃશુલ્ક હોમિયોપેથીક અને આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો

( ભરત શાહ દ્વારા ) નર્મદા: વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી ના ભાગરૂપે આર્યુવેદ શાખા જિલ્લા પંચાયત નર્મદા દ્વારા અનેક વિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું નિયામક આયુષ કચેરી ગાંધીનગર તથા જિલ્લા આર્યુવેદ અધિકારી નર્મદાના માર્ગદર્શન હેઠળ વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોમાં શહેર અગ્રણી અજિતભાઈ પરીખની ખાસ ઉપસ્થિતિમાં રાજપીપળા દશાખડાયતા વાડીમાં આર્યુવેદીક નિદાન કેમ્પ તથા દવા વિતરણ અને હોમિયોપેથી સારવાર અને નિદાન સાથે મફત હોમિયોપેથી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું.

આ કેમ્પનો મોટી સંખ્યામાં લાભાર્થીઓ એ લાભ લીધો સાથેજ સિનિયર સીટીઝન અને પેન્સનર્સ મંડળના સભ્યો ને આયુર્વેદિક છોડ વિતરણ કરવામાં આવ્યા અને યોગના ફાયદા બતાવી યોગ નિદર્શન પણ કરવામાં આવ્યું
હાલ ની પરિસ્થિતિમાં એલોપેથી દવાની આડ અસર વધી રહી છે ત્યારે નિર્દોષ ગણાતી આર્યુવેદીક અને હોમિયીપેથી નો પ્રચાર પ્રસાર થાય તે માટે આ કેમ્પ રાખ્યો હોવાનું આયોજકો એ જણાવ્યું હતું.

(11:51 PM IST)