<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

નર્મદા : આજે તો તુ બચી ગયો છે, બીજીવાર એકલો લાગમા આવશે તો જાનથી મારી નાખીશ: આધેડને ધમકી

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ધનસેરા ગામમાં કોઈક કારણોસર એક આધેડને માર મારી ધમકી આપનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે

     મળતી વિગતો અનુસાર અર્જુનભાઇ પુંજરીયાભાઇ વસાવા (ઉ.વ.૫૦)( રહે.ધનશેરા નિશાળ ફળીયુ. તા. સાગબારા, જીલ્લો નર્મદા) નાઓએ આપેલી ફરિયાદ મુજબ તેઓ ગામમા લગ્ન પ્રસંગમાંથી પોતાના ઘરે એકલા ચાલતા જતા હતા તે વખતે અનીલભાઇ ભીમસીંગભાઇ વસાવા રહે. ઘનશેરા, તા.સાગબારા, જીલ્લો નર્મદા લાકડી લઇ આવી કોઇ પણ જાતના કારણ વગર તેમને અચાનક ડાબા ગાલ ઉપર ડાબી આંખની પાપણ નીચે એક સપાટો મારી ઇજા પહોચાડતા અર્જુનભાઈએ બુમાબુમ કરતા તેમનો દિકર સુમીતભાઇ તથા વહુ રક્ષાબેન તથા અર્જુનભાઈની પત્ની જબલાબેન નાઓ દોડી આવતા અનિલભાઇ ત્યાથી જતો રહેલ અને જતા જતા કહેતો હતો કે આજે તો તુ બચી ગયો છે બીજીવાર એકલો લાગમા આવશે તો જાનથી મારી નાખીશ તેવી જાનથી મારી નાખવાની ધમકી આપતા સાગબારા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


 

(11:54 PM IST)