News of Thursday, 10th April 2025
લોનના હપ્તા ન ભરનાર માંડણના રહીશને રાજપીપલા કોર્ટે ૧ વર્ષની કેદની સજાનો હુકમ કર્યો
સજાની સાથે સાથે ચેકની દોઢ ગણી રકમ ૬૦ દિવસમા ફરિયાદીને ચૂકવવાનો હુકમ

(ભરત શાહ દ્વારા )નર્મદા :રણજીતભાઈ બચુભાઈ વસાવા (રહે. માંડણ )નાંઓએ શ્રી રામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સ કંપની પાસેથી વાહન ખરીદ કરવા માટે લોન મેળવેલી જેના હપ્તા રણજીતભાઈ વસાવા નિયમિત જમા કરાવતા ન હોય બાકી હપ્તાની લેણી રકમ વધી જતા ફાઇનાન્સ કંપની દ્વારા એ રકમની માંગણી કરતા રણજીત વસાવાએ ફાઇનાન્સ કંપનીની લેણી રકમ પેટે રૂ|. ૩,૩૦,૦૦૦ અને ૧.૬૪.૫૦૦ ના બે ચેક લખી આપેલા જે ફાઇનાન્સ કંપની દ્વારા બેંકમાં ચુકવવા માટે રજૂ કરતા વણ ચૂકવીએ ચેક પરત ફરતા ફાઇનાન્સ કંપનીનાં વકીલ અનિરુદ્ધ એચ. પંડ્યા દ્વારા નોટિસ પાઠવી તેમ છતાં રણજીત વસાવાએ આ રકમની ચુકવણી ન કરતા રાજપીપલાની કોર્ટમાં ચેક રિટર્ન બાબતની ફરિયાદ દાખલ કરેલી જેમાં રણજીતભાઇ નો કોર્ટ તરફથી સમન્સ કાઢવામાં આવેલ જેમાં તેઓના વકીલ દ્વારા હાજર રહી આ કેસ કોર્ટમાં ચાલી જતા ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કંપનીના વકીલ અનિરુદ્ધ એચ પંડ્યાની ધારદાર દલીલો તથા એપેક્સ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને રાજપીપલાના બીજા અધિક ફોજદારી ન્યાયાધીશ સાહેબની કોર્ટનાં જજ (શ્રી એસ આર ગર્ગ સાહેબ) નાઓ એ રણજીતભાઈ બચુભાઈ વસાવાને કસુરવાર અને ગુનેગાર ઠરાવી આ બે કેસમાં ૧ વર્ષની કેદની સજા તથા ચેકની રકમની દોઢ ગણી રકમ દિન-૬૦ મા ફાઇનાન્સ કંપનીમાં ચૂકતે કરવાનો અને જો આ રકમ ચુકવવામા કસુર કરે તો વધુ 3 માસની કેદની સજા ભોગવવાનો હુકમ કરતા આ હુકમથી અન્ય હપ્તા ન ભરનારાઓ અને બાકીદારો માં ફાફડાટ ફેલાયો છે
(11:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
