News of Friday, 11th April 2025
એક મહિનો ચાલનારી નર્મદા પરિક્રમામાં 24 કલાક ચાલતો સેવાયજ્ઞ
4 વર્ષથી જય ભોલે સેવાભાવી ગ્રુપ પરિક્રમાવાસી ઓને ભોજન, ચા નાસ્તો અને પાણીની વિના મૂલ્યે સેવા કોઈ રહ્યું છે

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લામાં ચાલી રહેલ ઉત્તરવાહીની માઁ નર્મદા પરિક્રમા દરમિયાન છેલ્લા 4 વર્ષથી જય ભોલે સેવાભાવી ગ્રુપ દ્વારા પરિક્રમા વાસીઓને ભોજન, ચા નાસ્તો અને પાણીની વિના મૂલ્યે સેવા આપવામાં આવી રહી છે, આ નિસ્વાર્થ ભાવે અપાતી સેવાથી પરિક્રમાવાસીઓમાં ભારે ખુશી જોવા મળી છે.
ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી એ સનાતન ધર્મનો પહેલો નિયમ છે, જોકે હાલમાં પરિક્રમા વાસીઓને નાસ્તો, પાણી, અને ભોજન પીરસીને રાજપીપળાનું જય ભોલે ગ્રુપ માઁ નર્મદાના આશીર્વાદ મેળવી રહ્યું છે, ધોમધમતા તાપમાં એક બે જણ ને ભોજન કરાવવું એ સામાન્ય વાત છે પરંતુ પરિક્રમાના એક માસ દરમિયાન 24 કલાક 10 લાખ થી પણ વધુ પરિક્રમા વાસીઓને ભોજન સહિત ચા નાસ્તો કરાવવો એ ખૂબ કઠિન કામ છે, જય ભોલે ગ્રુપના દરેક સભ્ય 24 કલાક પોતાનો કામ ધંધો છોડી આ સેવાયજ્ઞ માં જોડાવા વ્યાકુળ બનતા હોય છે, નર્મદા પરીક્રમા માં સેવાભાવી સંસ્થાઓ દ્વારા પરિક્રમા વાસીઓ માટે સેવા કરવામાં આવી રહી છે છેલ્લા ચાર વર્ષથી પરિક્રમાવાસીઓ માટે જય ભોલે ગ્રુપની અનોખી સેવા જોવા મળી રહી છે, વિના મુલ્યે ચા, નાસ્તા,ભોજનની સુવિધાઓ આપતાં સેવાભાવી કાર્યકરોનો અદ્ભૂત સેવાભાવ જોવા મળી રહ્યો છે, નર્મદા પરિકરમાં ના 10 દિવસમાં 7000 કિલો અનાજ, 1200 લીટર દૂધ અને 1400 કિલો શાકભાજી વપરાઈ ગયું છે જે કહી શકાય કે અત્યારસુધી બે લાખથી પણ વધુ પરિક્રમાવાસીઓએ ચા નાસ્તા ભોજનની સુવિધાનો લાભ લીધો છે, પરિક્રમા દરમિયાન હવેના બાકી દિવસોમાં લાખોની સંખ્યામાં આવતા લોકો આ સેવાનો લાભ લેશે, જોકે પરિક્રમાવાસીઓ પણ તંત્ર અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા અપાતી સુવિધાઓ માટે ખુશી વ્યક્ત કરી રહ્યા છે અને જય ભોલે ગ્રુપની સેવા અને આયોજક કલમ વસાવા સહિત અન્ય લોકો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.
(12:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
