<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

અમદાવાદના ખોખરા માં રહેણાંક બિલ્ડિંગમાં વિસણ આગ ભભૂકી અનેક લોકો ફસાયા 18 લોકોનું રેસ્ક્યુ કરાયું 18 લોકોનું રેસ્ક્યુ કરાયું : જુઓ વિડીયો

પરિષ્કાર બિલ્ડીંગના સી બ્લોકમાં પાંચમા માળે મકાનમાં આગ ભભૂકી : ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે

અમદાવાદના ખોખરામાં રહેણાંક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગ્યાની ઘટના સામે આવી છે. રહેણાંક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગતા ભારે નાસભાગ મચી ગઇ હતી. પરિષ્કાર બિલ્ડિંગના પાંચમાં માળે મકાનમાં આગ લાગી હતી. C બ્લોકના પાંચમાં માળે લાગી હતી ભીષણ આગ. લોકો જીવ બચાવવા બાલ્કનીમાંથી નીચે ઉતરવા લાગ્યા હતા. ફાયર વિભાગે 18 થી વધુ લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું. ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

અમદાવાદમાં એક પછી એક આગ લાગવાનો સિલસિલો સતત ચાલી રહ્યો છે. જો કે આ વખતે કોઇ ઇન્ડસ્ટ્રિયલ નહી પરંતુ રહેણાક વિસ્તારમાં આગ લાગી હતી. ખોખરામાં રહેણાંક બિલ્ડિંગમાં આગ લાગી હતી. પરિષ્કાર બિલ્ડિંગના 5માં માળે આગ લાગી હતી. 18 લોકોનુ ફાયર વિભાગે રેસ્કયું કર્યું છે. મકાનમાં શર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ફાયર બ્રિગેડની 8 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. હાઈરાઈઝ બિલ્ડિંગ હોવાના કારણે લોકોમાં ભય ફેલાયો હતો.

 

(5:57 PM IST)