<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

સુરતના ઓલપાડમાં કેળાની લાલચ આપી 7 વર્ષની બાળકી સાથે અડપલા :ગણતરીની કલાકોમાં ઝડપાયો

નાનાભાઈ સાથે રમતી બાળકીને નરાધમ બાજુની બિલ્ડિંગમાં લઈ ગયો: કપડાં કાઢી અડપલાં કર્યા

સુરત જિલ્લાના ઓલપાડમાં કેળું ખવડાવવાની લાલચ આપીને નરાધમ દ્વારા 7 વર્ષની બાળકીને શારીરિક અડપલા કરવામાં આવ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો છે.

ઓલપાડમાં 7 વર્ષની બાળકી તેના નાના ભાઈ સાથે રમી રહી હતી. આ દરમિયાન એક ઈસમ આવી ચડ્યો હતો. જેણે કેળું ખવડાવવાની લાલચ આપી બાળકીને નજીકની બિલ્ડિંગમાં લઈ ગયો હતો. જ્યાં બાળકીના કપડાં કાઢીને શારીરિક અડપલાં કર્યાં હતા.

પોલીસની પૂછપરછમાં આરોપીની ઓળખ ભીમ દીનદયાળ (30) તરીકે થઈ છે. જે ઓલપાડ પોલીસ મથકની હદમાં રહીને મજૂરી કામ કરતો હોવાનું માલૂમ પડ્યું છે.

બીજી તરફ ઓલપાડ પોલીસે જણાવ્યું કે, અમારી SHE ટીમ 'ગુડ ટચ-બેડ ટચ'ના કાર્યક્રમો કરી રહી છે. જેમાં શેરી-મહોલ્લામાં જઈને SHE ટીમ તમામ જગ્યાએ જઈને વાલીઓ અને નાના બાળકોને 'ગુડ ટચ-બેડ ટચ' વિશે સમજાવી રહી છે. અમારી લોકોને વિનંતી છે કે, તમે પણ પોલીસની આ પ્રકારની કામગીરીમાં સહકાર આપો. કંઈ શંકાસ્પદ જણાય, તો તાત્કાલિક પોલીસનો સંપર્ક સાધો.

 

(9:50 PM IST)