News of Friday, 11th April 2025
રાજપીપળા DGVCL સાથે રૂ.૫૦.૩૮ લાખનો વિશ્વાસઘાત કરનાર કંપનીના ૩ ભાગીદારો વિરુદ્ધ ફરિયાદ
રો.મટીરીયલ પૈકીના એમ. એસ. એંગલ (50 X 50 X 6MM) જેની અંદાજીત કિંમત રૂપિયા ૫૦,૩૮,૨૪૦ જેમાં નહી કરાવી વિશ્વાસઘાત કર્યો

( ભરત શાહ દ્વારા )નર્મદા: ૧૧ રાજપીપળા ખાતે આવેલ વીજ કંપની સાથે લાખોની છેતરપિંડી કરનાર કંપનીના સંચાલકો વિરુદ્ધ વીજ કંપનીના ઇજનેરએ ફરિયાદ આપી છે
મળતી વિગતો અનુસાર હિતેશ જયંતિલાલ વેગડ, નાયબ ઈજનેર દક્ષિણ ગુજરાત વિજ કંપની લી. રાજપીપળા નાઓ એ આપેલ ફરિયાદ મુજબ મે.જે.ડી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ભાગીદારો (૧) પટેલ જીગ્નીશાબેન ધર્મેન્દ્રકુમાર (૨) ધર્મેન્દ્રકુમાર મહેન્દ્રભાઈ પટેલ.(બન્ને રહે. પ્લોટ નં ૧૬૫, પટેલ ફળીયુ. નવા રાજુવાડીયા તા.નાંદોદ જી.નર્મદા) અને (૩) ધર્મેશ દિનેશ પરવડીયા (રહે.કોટડા આથમણા, કોટડા ઉગમણા તા.ભુજ જી-કચ્છ )નાઓને દક્ષિણ ગુજરાત વિજ કંપની લી. વિભાગીય કચેરી રાજપીપળા એ તા.૩૧/૦૩/૨૦૨૦ થી તા.૨૯/૦૪/ ૨૦૨૪ સુધી ફેબ્રીકેટેડ વસ્તુઓ બનાવવા આપેલ રો.મટીરીયલ માથી વિવિધ ફેબ્રીકેટેડ વસ્તુઓ બનાવી દક્ષિણ ગુજરાત વિજ કંપની લી. ખાતે જમા કરાવેલ પરંતુ આપેલ રો.મટીરીયલ પૈકીનુ 75.668 MT એમ. એસ. એંગલ (50 X 50 X 6MM) જેની અંદાજીત કિંમત રૂપિયા ૫૦,૩૮,૨૪૦ નુ દક્ષિણ ગુજરાત વિજ કંપની લીમીટેડ વિભાગીય કચેરી રાજપીપળા કચેરી ખાતે આજદિન સુધી જમા નહી કરાવી પોતાના અંગત ફાયદા સારૂ પોતાના અંગત કામોમા ઉપયોગમાં લઈ દક્ષિણ ગુજરાત વીજ કંપની લીમીટેડ, રાજપીપલા સાથે વિશ્વાસઘાત કરી ગુનો કર્યો હોય રાજપીપળા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
(10:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
