<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

પાટણ-રાજકોટ બાદ વડોદરા કલેક્ટર કચેરીમાં બોમ્બની ધમકી મળતા ખળભળાટ

જિલ્લા કલેક્ટરને ધમકીભર્યો ઇ-મેલ મળતાં દોડધામ ડોગ અને બોમ્બ-સ્ક્વોડની ઘટનાસ્થળે તપાસ કંઈ બધા જનક મળ્યું નથી

વડોદરા શહેર કલેક્ટર કચેરીને પણ ધમકીભર્યો કોલ મળ્યો હતો  બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા અકોટા પોલીસ સહિત કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. બોમ્બ સ્ક્વોડ ડોગ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી સર્ચ હાથ ધર્યું હતું. SOG અને DCB સહિતની સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી. કલેક્ટર કચેરીને મળેલ ઈમેઈલ ત્રણ વાગ્યાની આસપાસ મળ્યો હતો જોકે, પોલીસને 7 વાગ્યે કંટ્રોલ રૂમમાં જાણ કરાઈ. ગઈકાલે GIPCLને મળેલ ઈ-મેઈલનું સેમ કન્ટેન્ટ મળ્યું હતું. હાલ પોલીસના સર્ચ ઓપરેશનમાં વાંધાજનક કોઈપણ વસ્તુ નથી મળી આવી.

આ અંગે એસીપી અશોક રાઠવાએ જણાવ્યું હતું કે, અહીંયા ત્રણ વાગ્યાની આસપાસ એક અજાણ્યા ડોમેઈન પરથી ઇ-મેઇલ મળ્યો હતો અને અહીંયા બોમ્બ હોવાની માહિતી આપવામાં આવી હતી. આ અંગેની જાણ પોલીસ કંટ્રોલરૂમમાં 6.30 વાગ્યાની આસપાસ જાણ કરવામાં આવી હતી. જેના આધારે સ્થાનિક પોલીસની ટીમ, એસઓજી, પીસીબી અને ડીસીબી, બોમ્બ સ્ક્વોડ ડોગ સ્ક્વોડ તપાસ કરી રહી છે. અત્યાર સુધીમાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. ગઈકાલે જે કંપનીને મેસેજ મળ્યો હતો તેજ કન્ટેન્ટનો મેસેજ મળ્યો છે. અમને જાણ કરતા અમે સર્ચ કર્યું છે.

 પાટણ જિલ્લા કલેકટર અરવિંદ વિજયને જણાવ્યું હતું કે, પાટણ કલેકટરના ઑફિશિયલ ઇ-મેલ આઇડી પર કોઈ અજાણ્યા ઇ-મેલ આઇડી દ્વારા બપોરે 2:00 વાગ્યાના આસપાસ આઈઇડી બ્લાસ્ટની ધમકી ભરેલો મેઈલ મળ્યો હતો. ત્યારબાદ તુરંત જ સુરક્ષાના ભાગરૂપે કલેકટર કચેરીની તમામ ઓફિસોના સ્ટાફને કલેક્ટર કચેરીની બહાર લાવી દેવામાં આવ્યો હતો અને પોલીસને જાણ કરી દેવામાં આવી હતી અને પોલીસની બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડની ટીમો પાટણ અને મહેસાણાની ટીમો દ્વારા સમગ્ર ઓફિસમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે અને હાલમાં કોઈ વસ્તુ નથી. વધુમાં જે ઈમેલ આઇડી પરથી ઇમેલ આવ્યો હતો એ બાબતે પણ સાયબર ક્રાઇમને જાણ કરવામાં આવી છે, એ બાબતે તપાસ ચાલુ છે. બૉમ્બ સ્કવોડની તપાસ પૂર્ણ થયા બાદ 6 વાગે કલેક્ટર અને એસપી સહિતનો સ્ટાફ કલેક્ટર કચેરીની અંદર ગયો હતો .

(10:33 PM IST)