News of Friday, 11th April 2025
રાજ્યમાં લીંબુનો સૌથી ઉંચો ભાવ(મણમાં) પોરબંદર માર્કેટ યાર્ડમા 3400 રૂપિયા બોલાયો : જાણો 15 યાર્ડના ભાવ:જુઓ સંપુર્ણ યાદી
ગુજરાતની 15 માર્કેટ યાર્ડમાં કુલ 224.53 ટન લીંબુની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન લીંબુની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 15 માર્કેટ યાર્ડમાં કુલ 224.53 ટન લીંબુની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં લીંબુનો સૌથી ઉંચો ભાવ(મણમાં) પોરબંદર માર્કેટ યાર્ડમા 3400 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં લીંબુનો ઉંચો ભાવ 3300 રૂ. અને નીચો ભાવ 2600 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય મોરબીમાં 3400 રૂ., ગોંડલમાં 3 હજાર રૂ., અમદાવાદમાં 2800 રૂ., દાહોદમાં 2600 રૂ., પાદરામાં 2500 રૂ., સુરતમાં 2200 રૂ., દામનગરમાં 2100 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો. કિલો લેખે જોઇએ તો રાજ્યના વિવિધ યાર્ડમાં 1 કિલો લીંબુનો ભાવ 58 રૂ.થી 170 રૂ. સુધી બોલાયો છે.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 224.53 ટન લીંબુની આવક થઇ છે.


(11:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
