<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th April 2025

ગાંધીનગરમાં કમલમ ખાતે સી આર પાટીલની અધ્યક્ષતામાં ભાજપ પ્રદેશની બેઠક : રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર ઉપસ્થિત

બેઠકમાં ભારતરત્ન બાબા સાહેબ આંબેડકર સન્માન અભિયાન સહિત પ્રદેશમાં પક્ષના સંગઠન સહિતના મુદ્દાઓ પર ચર્ચા

ગાંધીનગરમાં કમલમ ખાતે ગુજરાત ભાજપ પ્રદેશની મહત્વપૂર્ણ બેઠક મળી છે. આ બેઠકમાં ભારતરત્ન બાબા સાહેબ આંબેડકર સન્માન અભિયાન સહિત પ્રદેશમાં પક્ષના સંગઠન સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે. આ બેઠક પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં મળી રહી છે. બેછકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર તેમજ પ્રદેશના મહત્વના હોદ્દેદારો, ધારાસભ્યો, સાંસદો ઉપસ્થિત છે.

સોમવારે આંબેડકર જંયતિને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા આગામી સમયમાં ભારતરત્ન બાબા સાહેબ આંબેડકર સન્માન અભિયાન હાથ ધરવામાં આવી શકે છે. આજે શનિવારે હનુમાન જંયતિ નિમિત્તે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક શરૂ થઇ છે. બેઠકમાં રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર ઉપસ્થિત રહ્યાં છે. બેઠકમાં સાંસદો, ધારાસભ્યો પણ હાજર રહ્યા છે.

આજે મળી રહેલી બેઠકમાં જિલ્લા પ્રમુખો અને તાલુકા પ્રમુખો સહિતના હોદ્દેદારોને પણ ઉપસ્થિત રહ્યા છે. બેઠકમાં આંબેડકર સન્માન અભિયાન સહિત પ્રદેશના સંગઠન અને આગામી પેટા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહત્વની ચર્ચા કરવામાં આવી શકે છે.

(1:34 PM IST)