News of Saturday, 12th April 2025
ચૈત્રી પૂનમે અંબાજીમાં હજારો માઇ ભક્તો ઉમટ્યા : પરિસર 'બોલ મારી અંબે જય જય અંબે'ના જયઘોષથી ગુંજી ઉઠ્યું
મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારાયુ :ચાચર ચોક પાસે આવેલી યજ્ઞશાળામાં ભક્તો દ્વારા હવન: ચૈત્રી પૂનમના વિશેષ અવસરે મંદિર પરિસરમાં અનેરો ભક્તિભાવ

અંબાજી મંદિરના મુખ્ય પૂજારી દ્વારા પ્રાતઃકાળે મંગળા આરતી કરવામાં આવી હતી. માઇ ભક્તોએ આ દિવ્ય આરતીનો લાભ લઇને ધન્યતા અનુભવી હતી. મંદિર પરિસર 'બોલ મારી અંબે જય જય અંબે'ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.
માતાજીના દર્શન કરવા માટે દૂર-દૂરથી પગપાળા સંઘો પણ આવે છે. ચૈત્રી પૂનમને ધ્યાને રાખીને મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે. ચાચર ચોક પાસે આવેલી યજ્ઞશાળામાં ભક્તો દ્વારા હવન પણ કરવામાં આવી રહ્યો છે.
માં અંબાના દર્શન કરવા માટે દરરોજ હજારો-લાખોની સંખ્યામાં ભક્તો આવે છે. આજે ખાસ ચૈત્રી પૂનમના વિશેષ અવસરે મંદિર પરિસરમાં અનેરો ભક્તિભાવ જોવા મળી રહ્યો હતો. ભક્તો માતાજીનાં ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ લઇ રહ્યા છે.
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
