News of Saturday, 12th April 2025
રંગભૂમિના પીઢ કલાકાર સુબામિયા કાદરીનું સન્માન

રાજકોટ : સ્ટેટ બેંકના ગુજરાત રાજયના તમામ કેડરના કર્મચારીઓના マદયસ્થ એસ.બી.આઇ. એમ્પ્લોઇઝ યુનિયનના સફળ સુકાની અને સારા વકતા, ઉદ્દઘોષક, નાટયકાર કોમરેડ સુબામિયા અકબરઅલી કાદરીનું વિશ્વ રંગભૂમિ દિવસ નિમિતે અમદાવાદ સ્થિત વિશાલા હોટલ ખાતે રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે સન્માન કરવામાં આવ્યુ હતુ. આ સમારોહમાં વિહંગ મહેતા, તુષાર શુકલ, સિધ્ધાર્થ રાંદેરીયા, રાગીણી શાહ, જૈમીની ત્રિવેદી સહીતના ગુજરાતી રંગભૂમિના ૧૧ વરિષ્ઠ કલાકારોનું પણ સન્માન કરાયુ હતુ. આ પ્રસંગે પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, જોરાવરસિંહ જાદવ, પૂર્વ મંત્રી જીતુભાઇ વાઘાણી, વિશાલા હોટલના માલિક અને કાર્યક્રમના મુખ્ય આયોજક સુરેન્દ્રભાઇ પટેલ સહિત ગુજરાતી રંગભૂમિના કલાકારો, ચાહકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌના લાડીલા એવા સુબામિયા કાદરીના સન્માન બદલ રાજકોટના જુના સાથીઓ મનુભાઇ કનેરીયા, અજીત ચૌહાણ, અનુપમ દોશી, પરસોતમ મુંગલપરા, શિરીષ કચ્છી, વિજય મંગલાણીએ અભિનંદન પાઠવ્યા હતા.
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
