<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th April 2025

વડોદરા :પરિવારને સંબોધતી ચિઠ્ઠી લખી ઘરેથી ગુમ થયેલ યુવકનો સરણેજ નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો

મૃતક અંજલ બે દિવસ પહેલા ચિઠ્ઠી લખી જિંદગીનો અંત લાવવાના ઇરાદે ઘરે ચાલ્યો જતાં જરોદ પંથકમાં ચકચાર મચી

 

વડોદરા : જરોદના વેપારીના 20 વર્ષીય પુત્રએ અંગત કારણોસર પરિવારને સંબોધતી ચિઠ્ઠી લખી ઘરેથી રહસ્યમય રીતે ગુમ થઇ ગયો હતો. પરિવારે પુત્રએ ખંડીવાળા નર્મદા કેનાલમાં પડતું મૂક્યું હોવાની આશંકા સાથે જરોદ પોલીસને જાણ કરી હતી. પોલીસે ફાયર લશ્કરોની મદદ લઇ કેનાલમાં યુવકની શોધખોળ હાથ ધરી હતી. બે દિવસથી નર્મદા કેનાલમા ફાયર વિભાગે શોધખોળ હાથ ધરી હતી અને આજે યુવકનો મૃતદેહ સરણેજ નર્મદા કેનાલમાંથી મળી આવ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે, જરોદની શ્રીજી સોસાયટીમાં રહેતા અને રેડીમેઈડ કપડાંની દુકાન ધરાવતા જયરામદાસ ગજાણીનો પુત્ર અંજલ આલમગઢ ખાતે આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. અંજલ બે દિવસ પહેલા ચિઠ્ઠી લખી જિંદગીનો અંત લાવવાના ઇરાદે ઘરે ચાલ્યો જતાં જરોદ પંથકમાં ચકચાર મચી ગઇ છે. ચિઠ્ઠી લખી નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હોવાની આશંકા સાથે શુક્રવારે વડોદરા અને હાલોલ ફાયર બ્રિગેડ દ્વારા નર્મદા મુખ્ય કેનાલમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી

 

(2:37 PM IST)